શ્રીલંકાનો વ્હાઈટવોશ, ભારતે 3-0થી જીતી T20 સીરિઝ
ટીમ ઈન્ડિયાએ વર્ષ 2017માં ક્રિકેટની ત્રણેય ફોર્મેટ્સ મળીને કુલ 37 આંતરરાષ્ટ્રીય મેચો જીત મેળવી સૌથી વધુ મેચ જીતવામાં બીજા નંબરે પહોચી ગઈ છે. ઓસ્ટ્રેલિયાએ 2003 માં સૌથી વધુ 38 મેચો જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત તરફથી મનીષ પાંડેએ 32 રન અને શ્રેયસ અય્યરે 30 રન બનાવ્યા હતા. જ્યારે હાર્દિક પાંડ્યા અને જયદેવે 2-2 વિકેટ ઝડપી હતી. મુંબઈમાં રમાયેલી અંતિમ ટી-20માં ભારતે ટોસ જીતી પ્રથમ ફિલ્ડીંગ પસંદ કરી હતી.
ભારતની T-20 ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક હૂડા, જસપ્રીત બુમરાહ, સિરાજ, જયદેવ ઉનડકટ, થામ્પી
આ જીત સાથે ભારતે વર્ષમાં સૌથી વધુ ટી-20 મેચ જીતવાનો રેકોર્ડ બનાવી લીધો છે. ભારતે આ વર્ષે નવમી ટી-20 મેચ જીતી હતી. ભારતે 2017માં સૌથી વધુ જીત મામલે પાકિસ્તાનની (8 જીત)ને પાછળ છોડી હતી. ભારતે ઘરઆંગણે ત્રણ મેચોની ટી-20 સીરીઝમાં પ્રથમ વખત કોઇ ટીમને ક્લિન સ્વિપ કર્યુ હતું.
મુંબઈ: ભારત-શ્રીલંકા વચ્ચેની ત્રીજી અને અંતિમ ટી-20 મેચમાં ભારતે શ્રીલંકાને 5 વિકેટે હરાવી શ્રેણી 3-0થી જીતી લીધી હતી. શ્રીલંકાએ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટે 135 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેની સામે ટીમ ઈન્ડિયાએ 19.2 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 139 રન બનાવી જીત મેળવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -