કટકમાં આજે ભારત-શ્રીલંકા વચ્ચે પ્રથમ T-20, ટીમ ઈન્ડિયા શ્રેણી જીતવા ફેવરીટ
ભારતે T-20 માટે જાહેર કરેલી ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), કેએલ રાહુલ, શ્રેયસ ઐયર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, એમએસ ધોની, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, દીપક હૂડા, જસપ્રીત બુમરાહ, સિરાજ, જયદેવ ઉનડકટ, થામ્પી
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત પાસે નંબર-2 બનવાની તકઃ ભારત T-20 શ્રેણીમાં શ્રીલંકાનો વ્હાઇટ વોશ કરશે તો બીજા નંબરે આવી જશે. T-20 રેન્કિંગમાં હાલ ભારતની ટીમ પાંચમા નંબર પર છે.
T-20માં ભારતનો શ્રીલંકા સામે દેખાવ છે સારોઃ ભારત અને શ્રીલંકા વચ્ચે 2009થી લઈ અત્યાર સુધી 11 T-20 મેચ રમાઈ છે. જેમાં ભારતનો હાથ ઉપર રહ્યો છે. ભારતે 11માંથી 7 મેચ જીતવામાં સફળ રહ્યું છે. બંને ટીમો વચ્ચે 2009માં નાગપુરમાં રમાયેલી મેચમાં શ્રીલંકાએ 215 રન ખડક્યા હતા. જે બંને દેશો વચ્ચે ટી-20 ક્રિકેટનો સર્વશ્રેષ્ઠ સ્કોર છે.
કટકમાં ભારતને T-20માં મળી છે હારઃ કટકમાં 2 ઓક્ટોબર, 2015ના રોજ ભારત-દક્ષિણ આફ્રિકા સામે પ્રથમ T-20 મેચ રમાઈ હતી. જેમાં ભારતની ટીમ માત્ર 92 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. સાઉથ આફ્રિકાએ 16 ઓવરમાં ટાર્ગેટ પાર પાડી દીધો હતો.
કટકઃ ભારત-શ્રીલંકા વચ્ચે 3 મેચની T-20 સીરિઝની પ્રથમ મેચ આજે સાંજે 7 વાગે કટકના બારામતી સ્ટેડિયમમાં રમાશે. ટેસ્ટ અને વન-ડે શ્રેણીમાં વિજય મેળવ્યા બાદ ભારતીય ટીમ T-20 શ્રેણી જીતવા માટે ફેવરીટ માનવામાં આવે છે. વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિત શર્મા ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ કરી રહ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -