સીરિઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાનું ક્રિસમસ સેલિબ્રેશન, જાણો કોણ બન્યું સાન્તા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Dec 2017 02:32 PM (IST)
1
ટેસ્ટ અને વનડે બાદ ટીમ ઇન્ડિયાએ શ્રીલંકાને ટી-20માં પણ હરાવી દીધી. 3-0થી સીરીઝ પોતાના નામે કરીને ટીમ ઇન્ડિયા હવે સાઉથ આફ્રીકા જવાની તૈયારી કરશે. સીરીઝ જીત્યા બાદ ટીમ ઇન્ડિયાએ ખૂબ ઓન્જોય કર્યું. ગ્રાઉન્ડ પર જ ટીમ ઇન્ડિયાએ ક્રિસમસ પાર્ટી એન્જોય કરી. બધા જ ખેલાડીઓએ ક્રિસમસ કેપ પહેરી. પરંતુ લકોને ધોની ખૂબ જ પસંદ આવ્યા. ધોનીનો સાન્ટા લુક લોકોને ખૂબ પસંદ આવ્યો.
2
મહેન્દ્ર સિંહ ધોનીને કુલદીપ યાદવે ટોપી પહેરાવી તો યુવા ક્રિકેટર્સમાં સેલ્ફી લેવાનો ઉત્સાહ જોવા મળ્યો.
3
તો જસપ્રીત બુમરાહે લખ્યું, ‘એક સારી શરૂઆતથી એક સારો અંત થાય છે. એક જાદુઈ વર્ષનો શું શાનદાર અંત થયો છે. #MeryyChristmas.’
4
કેપ્ટન રોહિત શર્માએ ટ્વિટર પર લખ્યું, ‘Merry Christmas Everyone’.
5
ક્રિકેટર્સે પોતાના ટ્વિટર એકાઉન્ટમાંથી તસવીરો અપલોડ કરીને સૌને ક્રિસમસની શુભકામનાઓ પાઠવી હતી.