IND v SL T-20: શ્રીલંકા સામે ભારતની 6 વિકેટથી જીત, ફાઈનલમાં મેળવી જગ્યા
આ પહેલા વરસાદથી પ્રભાવિત ટી-20 મેચમાં ભારતે ટોસ જીતીને શ્રીલંકાને પ્રથમ બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. શ્રીલંકાએ 19 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 152 રન બનાવી બનાવ્યા હતા. શ્રીલંકા વતી ઓપનર મેન્ડિસે 38 બોલમાં 53 રનની આક્રમક બેટિંગ કરી હતી. મેન્ડિસની ટી-20ની છેલ્લી પાંચ ઇનિંગમાં ચોથી અડધી સદી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારત તરફથી શાર્દુલ ઠાકુર 27 રનમાં 4 વિકેટ લઇ સૌથી સફળ બોલર રહ્યો હતો. વોશિંગ્ટન સુંદરે 21 રનમાં 2 વિકેટ લીધી હતી. જ્યારે ઉનકડટ, શંકર અને ચહલને 1-1 સફળતા મળી હતી. ચહલ અને ઉનડકટ આજે ફરી એક વખત ખર્ચાળ સાબિત થયા હતા. બંનેએ તેમના સ્પેલની 4 ઓવરમાં અનુક્રમે 34 અને 33 રન આપ્યા હતા.
કોલંબોઃ શાર્દૂલ ઠાકુરની 4 વિકેટ બાદ મનીષ પાંડે અને દિનેશ કાર્તિકે નોંધાવેલા ઉપયોગી રનની મદદથી ભારતે અહીં રમાયેલી ત્રિકોણીય ટી20 શ્રેણીમાં શ્રીલંકાને 6 વિકેટે પરાજય આપ્યો હતો. શ્રીલંકાના 9 વિકેટે 152 રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ભારતે 17.3 ઓવરમાં 4 વિકેટે 153 રન બનાવી વિજય હાંસલ કરી લીધો હતો. આમ ભારતે ફાઈનલમાં સ્થાન મેળવવાનો પોતાનો દાવો મજબૂત કર્યો હતો. ભારતની ઇિનંગ્સમાં મનીષ પાંડેએ 42 તથા કાર્તિકે 39 રન બનાવ્યા હતા.
કોલંબો ટી-20 માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન (વાઇસ કેપ્ટન), સુરેશ રૈના, લોકેશ રાહુલ, મનિષ પાંડે, દિનેશ કાર્તિક, વોશિંગ્ટન સુંદર, વિજય શંકર, જયદેવ ઉનડકર, યુઝવેન્દ્ર ચહલ, શાર્દુલ ઠાકુર
ભારતીય ટીમમાં એક ફેરફાર કરવામાં આવ્યા છે. રિષભ પંતના સ્થાને કેએલ રાહુલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ હોવાથી 20ના બદલે 19 ઓવર રમાશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -