નવી દિલ્હી: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વનડે સીરીઝનો પ્રથમ મુકાબલો ગુયાનાના પોવિડેન્સ સ્ટેડિયમ રમાઈ રહ્યો છે. વરસાદના કારણે ફરી મેચ રોકવામાં આવી છે. આ પહેલા વેસ્ટ ઈન્ડિઝે 13 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 54 રન કર્યા હતા.  શાઈ હોપ 6 રને અને એવીન લુઈસ 40 રને રમતમાં છે.  ક્રિસ ગેલ 4 રને બનાવી કુલદીપ યાદવની બોલિંગમાં આઉટ થયો હતો.  વરસાદના કારણે મેચ 34-34 ઓવરની કરવામાં આવી છે.

કેપ્ટન વિરાટ કોહલીએ ટોસ જીતી પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. વરસાદના કારણે ટોસ મોડો થયો હતો અને મેચ 43-43 ઓવરોની કરવામાં આવી હતી.  પ્રથમ વનડે ટીમમાં યૂઝવેન્દ્ર ચહલ, લોકેશ રાહુલ, નવદીપ સૈની અને મનીષ પાંડેને સ્થાન મળ્યું નથી.

ટીમ ઈન્ડિયાઃ વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શિખર ધવન, શ્રેયસ ઐયર,ઋષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, ભુવનેશ્વર કુમાર અને ખલીલ અહેમદ

વેસ્ટ ઇન્ડિઝ: જેસન હોલ્ડર (કેપ્ટન), ક્રિસ ગેલ, એવીન લુઈસ, શાઈ હોપ, શિમરોન હેટમાયર, નિકોલસ પૂરન, રોસ્ટન ચેઝ, ફેબિયન એલેન, કાર્લોસ બ્રેથવેટ, શેલ્ડન કોટરેલ અને કેમર રોચ