રોહિતે અત્યાર સુધી 94 ટી20 મેચમાં કુલ 102 છગ્ગા ફટકાર્યા છે. ક્રિકટેના આ નાના ફોર્મેટમાં સૌથી વધારે છગ્ગાનો રેકોર્ડ વેસ્ટ ઇન્ડિઝના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસે ગેલના નામે છે. ગેલે 58 ટી20 ઇન્ટરનેશનલ મેચમાં કુલ 105 છગ્ગા ફટકાર્યા છે.
ગેલ બાદ આ યાદીમાં માર્ટિ ગપ્ટિલનો નંબર આવે છે. તેણે 76 ટી20માં 103 છગ્ગા ફટકાર્યા છે. ગેલ ભારત સાથે રમાઈ રહેલ આ સીરીઝમાં નથી રમી રહ્યો, કારણ કે ટી20 માટે તેને આરામ આપવામાં આવ્યો છે. તે ભારત વિરૂદ્ધ વનડે સીરીઝમાં રમશે. આ ગેલની અંતિમ વનડે સીરીઝ હશે.
ટી20માં રોહિતે 32.37ની સરેરાશતી સૌથી વધારે 2,331 રન બનાવ્યા છે જેમાં ચાર સેન્ચુરી અને 16 હાફ સેન્ચુરી સામેલ છે.