IND vs WI : કોહલીની આક્રમક રમત, ટીમ ઈન્ડિયાનો 6 વિકેટે વિજય
abpasmita.in | 06 Dec 2019 06:47 PM (IST)
વિરાટ કોહલીએ આક્રમક બેટિંગ કરતા 94 રન બનાવી અણનમ રહ્યો હતો. કોહલીએ પોતાની ઇનિંગ દરમિયાન 6 સિક્સ અને 6 ફોર ફટકારી હતી.
હૈદરાબાદ: ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચોની ટી20 સીરિઝની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ 6 વિકેટે જીત મેળવી સીરિઝ 1-0થી લીડ મેળવી લીધી છે. વિરાટ કોહલી અને કેએલ રાહુલની ધમાકેદાર બેટિંગના દમ પર ભારતે 18.4 ઓવરમાં 4 વિકેટ ગુમાવી વેસ્ટઈન્ડિઝે આપેલો 208 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. ભારત તરફથી કોહલીએ 94 રન બનાવી અણનમ રહ્યો હતો. જ્યારે લોકેશ રાહુલ 62 રન બનાવી આઉટ થયો હતો. કોહલીએ પોતાની ઇનિંગ દરમિયાન 6 સિક્સ અને 6 ફોર ફટકારી હતી. ટી20માં ભારત દ્વારા ચેઝ કરેલો આ સૌથી મોટો લક્ષ્યાંક છે. આ પહેલા ભારતે શ્રીલંકા વિરુદ્ધ 2009માં 207 રનનો ટાર્ગેટ ચેઝ કર્યો હતો. પ્રથમ બેટિંગ કરવા મેદાનમાં ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝ ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 207 રન બનાવ્યા હતા અને ભારતને જીત માટે 208 રનનો મોટો લક્ષ્યાંક આપ્યો હતો.વેસ્ટ ઈન્ડિઝ તરફથી હેટમાયરે અડધી સદી (56) અને લેવિશે 40 રન બનાવ્યા હતા. જ્યારે ભારત તરફથી યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ, વોશિંગટન સુંદર, દીપક ચહર અને જાડેજાએ એક એક વિકેટ ઝડપી હતી. દિપક ચહરે ટીમ ઈન્ડિયાને પ્રથમ સફળતા અપાવી છે. તેણે સિમોન્સને 2 રન પર રોહિતના હાથે કેચ આઉટ કર્યો હતો. આ પહેલા કેપ્ટન વિરાટ કોહલીએ ટૉસ જીતીને પ્રથમ બેટિંગ માટે વેસ્ટ ઈન્ડિઝને આમંત્રણ આપ્યું હતું. ટીમ ઈન્ડિયા પ્લેઈંગ ઇલેવન: વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ, રોહિત શર્મા, શ્રેયસ અય્યર, ઋષભ પંત, શિવમ દુબે, વૉશિંગટન સુંદર, ભુવનેશ્વર કુમાર, દીપક ચહર, યુજવેન્દ્ર ચહલ, રવિન્દ્ર જાડેજા