નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે બીજી વન-ડે રમાશે. બંન્ને દેશો વચ્ચેની પ્રથમ વન-ડે વરસાદના કારણે ધોવાઇ ગઇ હતી. આ વન-ડે પોર્ટ ઓફ સ્પેનના  ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાશે. મેચનું લાઇવ પ્રસારણ સાંજે સાત વાગ્યે શરૂ થશે. ભારત પ્રથમ વન-ડે મેચ રદ થયા બાદ વેસ્ટ ઇન્ડિઝ સામે લીડ મેળવવાના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે તો બીજી તરફ ટી-20 સીરિઝ ગુમાવ્યા બાદ વેસ્ટ ઇન્ડિઝની ટીમ વન-ડેમાં વાપસી કરવા માંગશે. બીજી વન-ડે મેચમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન આ હોઇ શકે છે.

ઓપનિંગમાં ટીમ ઇન્ડિયા રોહિત શર્મા અને શિખર ધવન પર આધાર રાખશે. રોહિત શર્મા હાલમાં શાનદાર ફોર્મમાં છે. ધવન પણ ટી-20 સીરિઝમાં કાંઇ ખાસ કરી શક્યો નહોતો જેને કારણે તે ફોર્મ હાંસલ કરવાનો પ્રયાસ કરશે. ત્રીજા નંબર કેપ્ટન કોહલી મેદાન પર ઉતરી શકે છે. વિરાટ કોહલી વન-ડેમાં પોતાનું ફોર્મ ચાલુ રાખશે. ચોથા ક્રમ પર પ્રથમ વન-ડેમાં શ્રેયસ ઐય્યરનો સમાવેશ કરાયો હતો. બીજી વન-ડેમાં પણ તેને તક આપવામાં આવી શકે છે. ઐય્યર ટીમ ઇન્ડ઼િયાની ચોથા ક્રમની સમસ્યાને દૂર કરવાનો પ્રયાસ કરશે.

પાંચમા ક્રમ પર વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત મેદાન પર આવી શકે છે. તેણે ટી-20માં સારુ પ્રદર્શન કર્યુ હતું. તે વન-ડેમાં પણ મોટી ઇનિંગ રમવા માંગશે. કેદાર જાધવ વર્લ્ડકપમાં સારુ પ્રદર્શન કરી શક્યો નહોતો. બીજી વન-ડેમાં તેને તક આપવામાં આવી શકે છે. જાડેજાને પ્લેઇનિંગ ઇલેવનમાં રાખવમાં આવે તેવી સંભાવના વધુ છે. જાડેજા મેદાન પર સારો ફિલ્ડર અને બોલર છે. તે જરૂર પડે તે આક્રમક ઇનિંગ પણ રમી શકે છે.બોલિંગમાં ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, ખલીલ અહેમદને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. ખલીલ પાસે સ્પીડ અને સ્વિંગ બંન્ને છે.