તિરુવનંતપુરમ ટી20 મેચમાં ભારતીય ફિલ્ડરોએ બે સરલ કેચ છોડ્યા જેના કારણે ભારતને 8 વિકેટે હારમનો સામનો કરવો પડ્યો. હૈદરાબાદમાં રમાયેલ પહેલા ટી-20 મેચમાં ભારતે 3 કેચ છોડ્યા હતા. આ રીતે બે મેચમાં ભારતે કુલ 5 કેચ છોડી દીધા હતા.
વોશિંગ્ટન સુંદરે બે મેચમાં બે ખુબજ સરળ કેચ છોડ્યા એટલું જ નહી ઋષભ પંતનું પ્રદર્શન પણ નબળું રહ્યું. તિરૂવનંતપુરમ ટી-20 મેચમાં એક કેચ ઋષભ પંતે છોડ્યો. બીજા ટી-20 મેચમાં ભુવનેશ્વર કુમારે એક ઓવરમાં વોશિંગ્ટન સુંદરે લેન્ડલ સિમંસ અને ઋષભ પંતે ઈવિન લુઈસના કેચ છોડ્યા હતા. જે સમયે સિમંસનો કેચ છુટી ગયો એ સમયે તે 6 રન પર હતો જ્યારે લુઈસ 16 રન બનાવી રમી રહ્યો હતો.
સિમંસનો કેચ છુટવો ભારતને ખુબજ મોંઘો પડ્યો. કેમકે તેણે અણનમ 67 રનના જોરે વિન્ડિઝે ભારતને 8 વિકેટે હાર આપી હતી. વેસ્ટઈન્ડિઝની ઈનિંગ્સમાં ભુવનેશ્વર કુમારે 5મી ઓવર કરવા આવ્યો. ભુવનેશ્વરે આ ઓવરથી બીજા બોલ પર લેન્ડલ સિમંસને મોટો ઝાટકો આપ્યો. બોલ ખુબજ ઉપર જતો રહ્યો. વોશિંગ્ટન સુંદરે આ આસાન કેચને છોડી દીધો. સુંદરે સિમન્સને નવુ જીવતદાન આપ્યુ.