ભારત સામે હાર સાથે જ વિન્ડિઝે T20માં બનાવ્યો શરમજનક રેકોર્ડ, જાણો વિગત
abpasmita.in | 12 Dec 2019 07:50 AM (IST)
ભારતે જીતવા આપેલા 241 રનના લક્ષ્યાંક સામે વિન્ડિઝ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 173 રન બનાવી શકી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી પોલાર્ડે 39 બોલમાં 68 રન અને હેટમાયરે 24 બોલમાં 41 રન બનાવ્યા હતા.
મુંબઈઃ વેસ્ટ ઈન્ડિઝ સામે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં બુધવારે રાત્રે રમાયેલી ત્રીજી અને અંતિમ T20માં ભારતનો 67 રને વિજય થયો હતો. મેચ જીતવાની સાથે જ ટીમ ઈન્ડિયાએ T20 સીરિઝ 2-1થી જીતી હતી. ભારતે જીતવા આપેલા 241 રનના લક્ષ્યાંક સામે વિન્ડિઝ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 173 રન બનાવી શકી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી પોલાર્ડે 39 બોલમાં 68 રન અને હેટમાયરે 24 બોલમાં 41 રન બનાવ્યા હતા. ભારત તરફથી શમી, ચહર, ભુવનેશ્વર અને કુલદીપ યાદવે 2-2 વિકેટ લીધી હતી. મેચમાં હાર થવાની સાથે જ વેસ્ટ ઈન્ડિઝના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાઈ ગયો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમ સૌથી વધુ ટી20 હારનારી ટીમમાં શ્રીલંકા સાથે સંયુક્ત રીતે પ્રથમ નંબરે આવી ગઈ છે. ભારત સામેની હાર વિન્ડિઝની ટી20 ઈન્ટરનેશનલમાં 61મી હાર હતી. બાંગ્લાદેશ 60, ન્યૂઝીલેન્ડ 56, પાકિસ્તાન 55 અને ઝીમ્બાબ્વે 54 હાર સાથે અનુક્રમે બીજા, ત્રીજા, ચોથા અને પાંચમા નંબર પર છે. ઝારખંડ વિધાનસભા ચૂંટણીઃ ત્રીજા તબક્કાની 17 બેઠકો પર વોટિંગ શરૂ, PM મોદીએ કરી જંગી મતદાનની અપીલ