T20માં ટીમ ઈન્ડિયાનો ત્રીજો સર્વોચ્ચ સ્કોર
ભારતે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 3 વિકેટના નુકસાન પર 240 રન બનાવ્યા હતા. ભારતીય ઓપનરોએ આક્રમક શરૂઆત અપાવતા પ્રથમ વિકેટ માટે 11.4 ઓવરમાં 135 રન જોડ્યા હતા. રોહિત શર્માએ 34 બોલમાં 71 રન ( છ ફોર અને 5 સિક્સ), લોકેશ રાહુલ 56 બોલમાં 91 રન ( નવ ફોર અને ચાર સિક્સ), વિરાટ કોહલીએ 29 બોલમાં અણનમ 70 રન (ચાર ફોર અને સાત સિક્સ) બનાવ્યા હતા. આ સ્કોર ભારતનો ટી-20 આંતરરાષ્ટ્રીયમાં ત્રીજો સર્વાધિક સ્કોર છે. ટી-20માં ભારતનો સર્વોચ્ચ સ્કોર 260/5 છે. 2017માં ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે ઈન્દોરમાં આ સ્કોર બનાવ્યો હતો. જે બાદ 2016માં ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે લાઉડરહિલમાં 244/4 સ્કોર બનાવ્યો હતો. જે બીજા નંબરનો સ્કોર છે.
India vs West Indies: સચિન-ગાંગુલી નથી કરી શકયા તે રોહિતે કરી બતાવ્યું, બન્યો ભારતનો પ્રથમ ક્રિકેટર
ટીમ ઈન્ડિયામાં બે બદલાવ
ભારતીય ટીમમાં જાડેજા અને ચહલના સ્થાને શમી અને કુલદીપનો સમાવેશ કરવામાં આવ્યો છે. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે તિરુવનંતપુરમમાં રમાયેલી બીજી ટી-20 જીતીને સીરિઝમાં 1-1ની બરાબરી કરી હતી. હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટી20માં કોહલીની આક્રમક બેટિંગના સહારે ભારતે જીત મેળવી હતી.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે અત્યાર સુધી 16 T-20 રમાઈ છે. આ પૈકી ભારતે 9 મેચ જીતી હતી, જ્યારે 6માં હારનો સામનો કર્યો હતો. એક મેચમાં રિઝલ્ટ આવ્યું ન હતું. બન્ને દેશ વચ્ચે ગત સીરિઝ અમેરિકા-વેસ્ટ ઈન્ડિઝમાં રમાઈ હતી. જેમાં ભારતે 3-0થી જીત મેળવી હતી.