નવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની ટી-20 સીરિઝનો અંતિમ અને નિર્ણાયક ટી-20 મુકાબલો મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગનો નિર્ણય લીધો છે.  રોહિત શર્મા 34 બોલમાં 71 રન બનાવી આઉટ થયો હતો. જેમાં તેણે પાંચ તોતિંગ છગ્ગા પણ લગાવ્યા હતા. આ મેચમાં રોહિત શર્મા એક સિક્સ ફટકારવાની સાથે જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 400 સિક્સ લગાવનારો પ્રથમ ભારતીય ક્રિકેટર બની ગયો હતો.


આ પહેલા રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 399 સિક્સ હતી. તેણે 32 ટેસ્ટમાં 52, 218 વન ડેમાં 232 અને 101 T20માં 115 સિક્સ મારી છે અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ મારનારા ખેલાડીઓના લિસ્ટમાં ત્રીજા નંબર પર છે.


આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધારે સિક્સ મારવાના મુદ્દે વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેઇલ ટોચ પર છે. ગેઇલે કુલ 534 છગ્ગા ફટકાર્યા છે. જ્યારે બીજા નંબર પર પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદી છે. આફ્રિદીએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 476 છગ્ગા લગાવ્યા છે.

IND v WI: ત્રીજી T 20માંથી આ દિગ્ગજ ખેલાડીને મુકાયો પડતો, નામ જાણીને ચોંકી જશો

મોડાસાના પરિવારનો ઉદયપુરમાં ઝેર ખાઈ સામૂહિક આપઘાતનો પ્રયાસ, પતિ-પત્નીનું મોત, પુત્ર-પુત્રી સારવાર હેઠળ