આજે ભારત-વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે ત્રીજી T20, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 11 Nov 2018 08:32 AM (IST)
1
ભારતીય સમયાનુસાર આજની ટી20 મેચ સાંજે 7 વાગે શરૂ થશે.
2
મેચનુ લાઇવ બ્રૉડકાસ્ટિંગ, સીધુ પ્રસારણ સ્ટાર સ્પોર્ટ્સ/HD પર થશે. આ ઉપરાંત જો તમે ઓનલાઇન સ્ટ્રીમિંગ જોવા માંગતા હોય તો હૉટસ્ટાર પર જોઇ શકો છો.
3
આજની ભારત અને વેસ્ટ ઇન્ડિઝની ટીમ વચ્ચેની ત્રીજી T20 મેચ ચેન્નાઇના એમ. ચિન્નાસ્વામી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાશે.
4
ચેન્નાઇઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચેની T20 સીરીઝમાં આજે અંતિમ અને છેલ્લી મેચ ચેન્નાઇના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાવવાની છે. ઉલ્લેખનીય છે કે ટેસ્ટ, વનડે બાદ T20 સીરીઝમાં વેસ્ટ ઇન્ડિઝની ટીમ કંઇ ખાસ દમ નથી બતાવી શકી. ત્રણેય સીરીઝ ટીમ ઇન્ડિયાએ જીતી લીધી છે. અહીં અમે તમને ત્રીજી અને અંતિમ T20 ક્યાંથી અને ક્યારે લાઇવ થશે તેની માહિતી આપી રહ્યાં છીએ.