પોર્ટ ઓફ સ્પેનઃ ત્રણ વન ડે મેચની શ્રેણી પૈકીની અંતિમ એકદિવસીય મેચમાં ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. કેરેબિયન ઓપનરોએ ભારતીય બોલરોને ધોળા દિવસે તારા દેખાડી દીધા હતા અને 11 ઓવરમાં જ 115 રનની પાર્ટનરશિપ કરી દીધી હતી. આ મેચ વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેઈલની વન ડે કરિયરની અંતિમ મેચ હતી.




ગેઈલે અંતિમ વન ડેને યાદગાર બનાવતા 41 બોલમાં આક્રમક 72 રનની ઈનિંગ રમી હતી. ખલિલ અહેમદની ઓવરમાં કોહલીના હાથે કેચ આઉટ થવાની સાથે જ તેની ઈનિંગનો અંત આવ્યો હતો. ગેઈલે આ ઈનિંગમાં 8 ચોગ્ગા અને પાંચ છગ્ગા ફટકાર્યા હતા. જેની સાથે જ તેણે એક મોટો રેકોર્ડ બનાવી દીધો હતો.



ગેઈલ એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધારે સિક્સ ફટકારનારા ખેલાડીના લિસ્ટમાં બીજા સ્થાને આવી ગયો છે. ગેઇલે 2019માં 56 સિક્સ ફટકારી છે. 2015માં આફ્રિકાના એબી ડીવિલિયર્સે 58 સિક્સ ફટકારી હતી અને તે લિસ્ટમાં ટોચ પર છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીએ 2002માં 48 સિક્સ ફટકારી હતી અને યાદીમાં ત્રીજા નંબર પર છે.  2017માં ભારતના રોહિત શર્માએ 46 સિક્સ ફટકારી હતી અને યાદીમાં ચોથા સ્થાન પર છે.

કોંગ્રેસ હેડ ક્વાર્ટર પરથી હટ્યા રાહુલ ગાંધીના પોસ્ટર, સોનિયા ગાંધીનું કમબેક

AMTSની બસમાં ખામી સર્જાતા નીકળ્યા ધુમાડા, પેસેન્જર કાચ તોડી નીકળ્યા બહાર, જાણો વિગત

ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો વિગત