ભારત સામે સાઉથ આફ્રિકાની ટેસ્ટ અને ટી20 સીરિઝની જાહેરાત બાદ સ્ટેને, વિરાટ કોહલી અને ભારતીય ફેન્સની ટ્વિટર પર માફી માંગી છે. નીલ મેનથ્રોપ નામના એક યૂઝરે લખ્યું, ક્રિકેટ સાઉથ આફ્રિકા દ્વારા ભારત સામે ટેસ્ટ ને ટી20 સીરિઝ માટે ટીમની જાહેરાત બાદ એક ફૂટનોટ જોવા મળી. ક્રિસ મોરિસે ખુદને પસંદગી માટે ઉપલબ્ધ નહીં હોવાનું જણાવ્યું હતું.
આ ટ્વિટનો જવાબ આપતા સ્ટેન લખ્યું, મેં ખુદને ઉપલબ્ધ કરાવ્યો હતો પરંતુ કદાચ કોચંગ સ્ટાફ બદલાવાથી મારો નંબર નથી લાગ્યો. નીલ મેનથ્રોપે ફરી એક વખત સ્ટેનને ટ્વિટ કરીને લખ્યું,નવા પસંદગીકર્તા સ્પષ્ટ રીતે તમને મોટી મેચ માટે બચાવી રહ્યા છે. (નવા પસંદગીકર્તા કોણ છે?)
સ્ટેને આ ટ્વિટનો વ્યંગાત્મક જવાબ આપતાં લખ્યું, હું વિરાટ કોહલી અને 100 કરોડ લોકોની માફી માગું છું. તેનો આ વ્યંગ ક્રિકેટ સાઉથ આફ્રિકા માટે હતો. સ્ટેનના કહેવાનો અર્થ એટલો હતો કે ક્રિકેટ સાઉથ આફ્રિકા ભારતને મોટી ટીમ નથી માનતું અને આ કારણે તેની ટીમમાં પસંદગી કરવામાં નથી આવી.
ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો વિગત
ટીમ ઈન્ડિયાના હેડ કોચની જાહેરાત આ તારીખે થશે, જાણો વિગત