પોર્ટ ઓફ સ્પેનઃ ટોસ જીત્યા બાદ પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની ટીમે શાનદાર શરૂઆત કરી હતી. 22 ઓવરના અંતે વિન્ડિઝનો સ્કોર 2 વિના વિકેટના નુકસાન પર 158 રન છે. લુઇસ  43 રન બનાવી ચહલનો શિકાર બન્યો હતો. જે બાદ ગેઈલ 41 બોલમાં 72 રન (8 ચોગ્ગા અને 5 છગ્ગા) બનાવી ખલીલ અહેમદની ઓવરમાં આઉટ થયો હતો. ગેઈલ આઉટ થયા બાદ ભારતના ખેલાડીઓએ તેને ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું. વરસાદના કારણે મેચ બંધ રહી ત્યારે શાઈ હોપ 19 અને હેટમાયર 18 રને રમતમાં હતા.


ત્રણ વન ડે મેચની શ્રેણીની અંતિમ એકદિવસીય મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં બે બદલાવ કરવામાં આવ્યા છે. ટીમ ઈન્ડિયાએ પણ એક ફેરફાર કર્યો છે. ભારતીય ટીમમાં  કુલદીપના સ્થાને ચહલનો સમાવેશ કરવામાં આવ્યો છે.

વરસાદના કારણે પ્રથમ વન ડે ધોવાઈ ગઈ હતી. જ્યારે બીજી વન ડેમાં ભારતે ડકવર્થ લુઇસથી વિજય મેળવ્યો હતો. તે મેચમાં કોહલીએ વન ડે કરિયરની 42મી સદી ફટકારવા સહિત અનેક રેકોર્ડ બનાવ્યા હતા.


ઉત્તર ગુજરાતમાં આગામી 3 દિવસ ભારે વરસાદની આગાહી, જાણો વિગત

ટીમ ઈન્ડિયાના હેડ કોચની જાહેરાત આ તારીખે થશે, જાણો વિગત