આ મેચ દરમિયાન એક અનોખો સંજોગ સર્જાયો હતો. ભારતનો કેપ્ટન વિરાટ કોહલી અને વેસ્ટ ઈન્ડિઝનો કેપ્ટન પોલાર્ડ બંને પહેલા બોલ પર જ આઉટ થયા હતા. બંને ટીમના કેપ્ટન પ્રથમ બોલ પર આઉટ થયા હોય તેવી આ પ્રથમ ઘટના હતી.
આ મેચમાં ભારતીય ઇનિંગ દરમિયાન કેપ્ટન કોહલી ખાતુ ખોલાવ્યા વિના જ આઉટ થયો હતો. તે પ્રથમ બોલ પર પોલાર્ડના સ્લો બાઉન્સર પર રોસ્ટન ચેઝને કેચ આપી બેઠો હતો. કોહલી પોતાના વન-ડે કરિયરમાં 13 વખત શૂન્ય રન પર આઉટ થયો છે. આ મેચમાં ત્રીજી વખત બન્યું છે જેમાં કોહલી પ્રથમ બોલ પર આઉટ થયો હતો. આ અગાઉ કોહલી ઇગ્લેન્ડ વિરુદ્ધ 23 જાન્યુઆરી 2013માં ધર્મશાળામાં પ્રથમ બોલ પર શૂન્ય રને આઉટ થયો હતો
વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની પાંચમી સૌથી મોટી જીતના આ ખેલાડી રહ્યા હીરો, જાણો વિગત