વેસ્ટઇન્ડિઝ સામે ટી-20 સીરિઝમાં આ ભારતીય યુવા ખેલાડીઓ પર રહેશે તમામની નજર
ખલીલ અહેમદનું ટી-20 કરિયર પ્રભાવી રહ્યું નથી. તેનો ઇકોનોમી રેટ 9.17 છે અને તેણે 9 મેચમાં કુલ 10 વિકેટ લીધી છે. જોકે, કુલ 34 ટી-20 મેચોમાં 58 વિકેટ ઝડપી છે. ભારત એ તરફથી રમતા તાજેતરમાં જ વેસ્ટ ઇન્ડિઝ-એ વિરુદ્ધ ચાર મેચમાં નવ વિકેટ ઝડપી છે. એક મેચમાં તેણે ત્રણ અને એક અન્ય મેચમાં ચાર વિકેટ ઝડપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનવી દિલ્હીઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે શનિવારે ત્રણ ટી-20 મેચની સીરિઝની શરૂઆત થઇ રહી છે. ભારતે આ સીરિઝમાં અનેક યુવા ખેલાડીઓને તક આપી છે. આ સીરિઝમાં જે યુવા ખેલાડીઓ પર તમામની નજર રહેશે તેની જાણકારી અહી આપવામાં આવી છે.
પંતની રમત અને સ્ટાઇલ ટી-20 ક્રિકેટને અનુકુળ છે. પરંતુ આ ફોર્મેટમાં ભારત તરફથી તેણે એક જ અડધી સદી ફટકારી છે. પંત પાસે ટેલેન્ટ છે પરંતુ તેનું શોર્ટ સિલેક્શન પર હંમેશાથી સવાલો ઉઠ્યા છે.પંતને ધોનીના ઉત્તરાધિકારી તરીકે જોવામાં આવી રહ્યો છે. પંત પાસે આ સીરિઝમાં પોતાની જાતને સાબિત કરવાની સારી તક છે. આગામી વર્ષે ટી-20 વર્લ્ડકપ છે અને પંતનું ફોર્મ ટીમ માટે મહત્વનું રહેશે.
હાર્દિક પંડ્યા ઇજાગ્રસ્ત થતા તેના ભાઇ કૃણાલ પંડ્યાને તક મળી છે. કૃણાલ પંડ્યા બોલિંગ અને બેટિંગથી ખૂબ ઉપયોગી સાબિત થઇ શકે છે . તે આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયન્સનો મહત્વનો હિસ્સો છે. તેને ટીમમાં સમાવાય છે કે નહી તે એક સવાલ છે. તેનો મુકાબલો રવિન્દ્ર જાડેજા સાથે થશે જે હાલમાં શાનદાર ફોર્મમાં છે
19 વર્ષીય લેગ સ્પિનર રાહુલ ચહર આ પ્રવાસમાં પોતાના ઇન્ટરનેશનલ કરિયરની શરૂઆત કરી શકે છે. રાહુલ ચહરે આઇપીએલમાં 26 મેચ રમી છે. તેણે મુંબઇ ઇન્ડિયન્સ ટીમ તરફથી શાનદાર પ્રદર્શન કર્યું છે. સાથે ટી-20માં ચહલ અને કુલદીપ યાદવ ટીમનો હિસ્સો ના હોવાના કારણે ચહર પાસે ટીમને ખૂબ આશાઓ છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -