નવી દિલ્હીઃ ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ તેના મોટા ભાઈ અને ટીમ ઈન્ડિયાના સભ્ય કૃણાલ પંડ્યાને વેસ્ટ ઈન્ડિઝ સામેની T20 સીરિઝમાં શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપ્યા છે. ભારતે વેસ્ટ ઈન્ડિઝને 3 મેચની T20 સીરિઝમાં વ્હાઇટ વોશ કર્યો હતો. કૃણાલને તેના શાનદાર પ્રદર્શન માટે મેન ઓફ ધ સીરિઝ જાહેર કરવામાં આવ્યો હતો.


કૃણાલ પંડ્યાને લઈ હાર્દિકે લખ્યું, શાનદાર પ્રદર્શન અને પ્લેયર ઓફ ધ સીરિઝ એવોર્ડ માટે અભિનંદન. બ્રિગ બ્રો, તારા પર ખૂબ ગર્વ છે. ઉલ્લેખનીય છે કે વેસ્ટ ઈન્ડિઝ સીરિઝમાંથી હાર્દિકને આરામ આપવામાં આવ્યો છે.


કૃણાલે 3 મેચની ટી20 સીરિઝમાં સારું પ્રદર્શન કર્યું અન તેણે 67 રન બનાવવાની સાથે 3 વિકેટ પણ લીધી હતી. કૃણાલે આજે ટ્વિટ કરીને લખ્યું, એક યાદગાર સીરિઝ, સપોર્ટ માટે આભાર. ભારતીય ટીમ હવે ગુરુવારથી વિન્ડિઝ સામે ત્રણ મેચની વન ડે શ્રેણી રમશે.


અંતિમ યાત્રામાં પણ મોટો સંદેશ આપતા ગયા સુષ્મા સ્વરાજ, જાણો વિગત

સોના-ચાંદીમાં આગ ઝરતી તેજી, જાણો કેટલા રૂપિયા પહોંચ્યો ભાવ

ગુજરાત કોંગ્રેસના વધુ એક દિગ્ગજ નેતાએ કલમ 370 રદ કરવાના કેન્દ્ર સરકારના નિર્ણયને યોગ્ય ગણાવ્યો, જાણો વિગત