વેસ્ટ ઇન્ડિઝ તરફથી ઓપનિંગ બેટ્સમેન જોન કેમ્પવેલ અને કાર્લોસ બ્રેથવેઇટ કાંઇ ખાસ કરી શક્યા નહોતા. કેમ્પબેલ 23 અને કાર્લોસ બ્રેથવેઇટ 14 રન બનાવી આઉટ થયા હતા. તે સિવાય બ્રૂક્સ 11, બ્રેવો 18, ચેઝ 48, હોપ 24, હેટમેર 35 રન બનાવી આઉટ થયા હતા.
આ અગાઉ રહાણે 81 અને જાડેજાના 58 રનની મદદથી ટીમ ઇન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ પ્રથમ ઇનિંગમાં 297 રનનો સ્કોર બનાવ્યો હતો. જાડેજાએ 112 બોલમાં 58 રન ફટકાર્યા હતા જ્યારે રહાણેએ 163 બોલમાં 81 રનની શાનદાર ઇનિંગ રમી હતી.