✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

IND vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 224 રનથી કચડ્યું, ખલીલ અહમદ-કુલદીપ યાદવની 3-3 વિકેટ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  29 Oct 2018 08:35 AM (IST)
1

મુંબઈ વન ડેમાં ભારતીય ટીમમાં બે બદલાવ કરવામાં આવ્યા હતા. રિષભ પંત અને ચહલના સ્થાને કેદાર જાધવ અને રવિન્દ્ર જાડેજાનો સમાવેશ કરવામાં આવ્યો હતો.

2

મુંબઈઃ માયાનગરી મુંબઈના બ્રેબોન સ્ટેડિયમ પર રમાયેલી ચોથી વન ડેમાં ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝને મેચ જીતવા 378 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે કેરેબિયન ટીમ 36.2 ઓવરમાં 153 રન બનાવી ઓલઆઉટ થઈ ગઈ હતી. વેસ્ટ ઈન્ડિઝ વતી કેપ્ટન જેસન હોલ્ડરે સર્વાધિક અણનમ 54 રન બનાવ્યા હતા. ભારત તરફથી ખલીલ અહમદે 13 રનમાં 3 અને કુલદીપ યાદવે 42 રનમાં 3 વિકેટ લીધી હતી. ભુવનેશ્વર કુમાર-જાડેજાને 1-1 સફળતા મળી હતી.

3

આ પહેલા વેસ્ટ ઈન્ડિઝ સામે ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતાં ભારતે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 377 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ સર્વાધિક 162 રન બનાવ્યા હતા. અંબાતી રાયડુએ પણ 100 ફટકાર્યા હતા. રોહિત શર્મા અને અંબાતી રાયડુ વચ્ચે 211 રનની પાર્ટનરશિપ થઈ હતી. શિખર ધવન 38, વિરાટ કોહલી 16 અને ધોનીએ 23 રન બનાવી આઉટ થયા હતા. કેદાર જાધવ 16 અને જાડેજા 7 રને અણનમ રહ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કિમર રોચે બે વિકેટ લીધી હતી.

4

રોહિત શર્માએ વન ડે કરિયરની 21મી સદી ફટકારવા દરમિયાન અનેક રેકોર્ડ બનાવ્યા હતા. તેણે વન ડેમાં સાતમી વખત 150થી વધુનો સ્કોર કર્યો હતો. ઉપરાંત સચિનના 195 છગ્ગાના વિક્રમને પણ વટાવ્યો હતો. વન ડેમાં 150થી વધારે રન બનાવીને 3 કેચ પકડનારો રોહિત શર્મા ક્રિકેટ વિશ્વનો પ્રથમ ખેલાડી બન્યો હતો. અંબાતી રાયડુએ કરિયરની ચોથી સદી ફટકારી હતી.

5

મુંબઈમાં જીત મેળવવાની સાથે ભારતીય ટીમે શ્રેણીમાં 2-1ની લીડ લીધી છે. ભારતે શ્રેણી જીતવા અંતિમ વન ડે જીતવી પડશે.

  • હોમ
  • સ્પોર્ટ્સ
  • IND vs WI: ભારતે વેસ્ટ ઈન્ડિઝને 224 રનથી કચડ્યું, ખલીલ અહમદ-કુલદીપ યાદવની 3-3 વિકેટ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.