ઈશાંત શર્માના તરખાટ સામે કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. ઈશાંતે 42 રનમાં 5 વિકેટ લીધી હતી. જે કેરેબિયન ધરતી પર તેનો બીજો સર્વશ્રેષ્ઠ દેખાવ છે. આ પહેલા 2011માં તેણે 55 રનમાં 6 વિકેટ લીધી હતી. વેસ્ટ ઈન્ડિઝમાં તેણે ત્રીજી વખત ઈનિંગમાં પાંચ કે તેથી વધુ વિકેટ લીધી હતી.
ઈશાંત શર્મા વેસ્ટ ઈન્ડિઝમાં અત્યાર સુધીમાં 35 વિકેટ ઝડપી ચુક્યો છે. જે વિદેશી ધરતી પર ઈંગ્લેન્ડ બાદ તેની સૌથી વધારે વિકેટ છે. ઈશાંત શર્માએ બેટિંગથી 19 રનની ઈનિંગ રમવાની સાથે જાડેજા સાથે 60 રનની ભાગીદારી કરી ભારતને 297 રન સુધી પહોંચાડ્યું હતું. પાંચ વર્ષ બાદ તેણે આ કારનામું કર્યું હતું. આ પહેલા 2014માં ઈંગ્લેન્ડ સામે ઓવરલમાં તેણે ધોની સાથે 50 રનની પાર્ટનરશિપ કરી હતી.
ઈશાંતે બે કેરેબિયન બેટ્સમેનો ક્રેગ બ્રેથવેટ અને શેમરોન હેયમાયરને કોટ એન્ડ બોલ્ડ આઉટ કર્યા હતા. 12 વર્ષ બાદ ઈશાંતે ટેસ્ટ ક્રિકેટમાં આ રીતે વિકેટ લીધી હતી. આ પહેલા 2007માં તેણે બેંગલુરુમાં પાકિસ્તાન સામે દાનિશ કનેરિયાને આ રીતે આઉટ કર્યો હતો.
આયોડીનની ઉણપથી પીડાઈ રહી છે બોલીવુડની આ હોટ એક્ટ્રેસ, ખુદ કર્યો ખુલાસો, જાણો વિગત
અમદાવાદમાં આ તારીખે ધોધમાર વરસાદ પડે તેવી સંભાવના, હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત
જસપ્રીત બુમરાહે રચ્યો ઈતિહાસ, બનાવ્યો આ મોટો રેકોર્ડ, જાણો વિગતે