ઈશાંત શર્માએ 92મી ટેસ્ટમાં કરિયરની પ્રથમ અડધી સદી ફટકારી હતી. તેણે ટેસ્ટમાં અડધી સદી ફટકારવા માટે 126 ઈનિંગ લીધી હતી. જે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધારે ઈનિંગ બાદ અડધી સદી ફટકારવાનો બીજો રેકોર્ડ છે. ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસને 131 ઈનિંગ બાદ ટેસ્ટ કરિયરમાં સૌપ્રથમ અડધી સદી ફટકારી હતી.
ઈશાંત ભારત તરફથી આટલી ટેસ્ટ રમ્યા બાદ અડધી સદી ફટકારનારો પ્રથમ ભારતીય ખેલાડી બની ગયો છે. આ પહેલા સૌથી વધારે ટેસ્ટ બાદ અડધી સદી ફટકારવાનો રેકોર્ડ દિગ્ગજ સ્પિનર બિશનસિંહ બેદીના નામે હતો. બેદીએ 71મી ઈનિંગમાં ટેસ્ટ ક્રિકેટમાં પ્રથમ અડધી સદી નોંધાવી હતી. પરંતુ ઈશાંત 126મી ઈનિંગમાં અડધી સદી પૂરી કરીને બેદીથી ઘણો આગળ નીકળી ગયો છે.
દિગ્વિજય સિંહે બીજેપી અને બજરંગ દળ પર ISI પાસેથી રૂપિયા લેતા હોવાનો લગાવ્યો આરોપ, BJPએ કહ્યું- સોનિયા ગાંધી માંગે માફી
સુરતઃ સૌરાષ્ટ્રની યુવતીને 21 વર્ષ નાના FB ફ્રેન્ડ સાથે બંધાયા સેક્સ સંબંધ, પ્રેમીએ અચાનક શું કર્યું ? જાણો વિગત
મોદી સરકાર પર મનમોહન સિંહનો પ્રહાર, કહ્યું- નોટબંધી અને GSTએ અર્થવ્યવસ્થાને મંદીમાં ધકેલી