નવી દિલ્હીઃ પ્રથમ વન ડેમાં ભારતને 8 વિકેટથી હાર આપ્યા બાદ વેસ્ટ ઈન્ડિઝના ખેલાડીઓનો ઉત્સાહ ચરમસીમા પર પર છે. આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના ઓપનિંગ બેટ્સમેન શાઈ હોપે કહ્યું કે, બુધવારે બીજી વન ડે દરમિયાન તેના કેટલાક સાથી ખેલાડીઓની નજર ગુરુવારે થનારી આઈપીએલ હરાજી પર હશે, પરંતુ તેનો ટાર્ગેટ 2019માં સર્વાધિક રન બનાવનારા બેટ્સમેનોના લિસ્ટમાં વિરાટ કોહલી અને રોહિત શર્માને પછાડવી છે.

હોપે કહ્યું, મારા કેટલાક મિત્રોનું ધ્યાન આઈપીએલ હરાજી પર હશે પરંતુ મારા માટે આ ગૌણ વાત છે. અમે અહીંયા ભારત સામે સીરિઝ રમવા આવ્યા છીએ અને તે જ અમારી પ્રાથમિકતા છે. હોપ ચાલુ વક્ષે વન ડે ક્રિકેટમાં સર્વાધિક રન બનાવનારા ખેલાડીઓના લિસ્ટમાં વિરાટ કોહલી (1292 રન), રોહિત શર્મા(1268 રન) બાદ ત્રીજા સ્થાન પર છે. હોપના નામે 1225 રન છે.

હોપે કહ્યું, એક બેટ્સમેન તરીકે તમે મહત્તમ યોગદાન આપવા માંગો છો અને જો તેનાથી ટીમ જીતી જાય તો ખૂબ સંતોષ થાય છે. આશા છે કે અમે તેના ટોચના ક્રમના બેટ્સમેનોની જલદી વિકેટ લઈશું અને મોટો સ્કોર બનાવતાં રોકીશું.


પાયલ રોહતગીને મળ્યા જામીન, નેહરુ પર કરી હતી વિવાદિત ટિપ્પણી

બ્રિટન HCથી અનિલ અંબાણીને મળી મોટી રાહત, ચીનની બેંકોનો દાવો ફગાવ્યો