નવી દિલ્હીઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતે મેચ પર પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. પ્રથમ ઈનિંગમાં 297 રનમાં ઓલઆઉટ થયા પછી ભારતે વિન્ડીઝની 189 રનમાં 8 વિકેટ લઇ લીધી છે. ભારત હજી વિન્ડીઝ કરતા 108 રન આગળ છે અને સારી લીડ મેળવે તેવી પ્રબળ સંભાવના છે.  આ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝના બેટ્સમેન ડેરેન બ્રાવોને આઉટ કરવાની સાથે જ ઈતિહાસ રચી દીધો હતો. તેણે વેંકટેશ પ્રસાદ અને મોહમ્મદ શમીનો મોટો રેકોર્ડ તોડી દીધો. ડેરેન બ્રાવો બુમરાહની ટેસ્ટ કારકિર્દીનો 50મો શિકાર બન્યો હતો.



બુમરાહની આ 11મી ટેસ્ટ મેચ છે અને તેની સાથે જ તેણે 50 વિકેટ લઈને મોટો રેકોર્ડ તોડી દીધો છે. વેંકટેશ પ્રસાદ અને  મોહમ્મદ શમીએ આ રેકોર્ડ 13 ટેસ્ટમાં બનાવ્યો હતો. ભારત તરફથી સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિનના નામે છે. તેણે નવ ટેસ્ટ મેચમાં આ રેકોર્ડ સ્થાપિત કર્યો હતો. ત્યારબાદ લેગ સ્પીનર અનિલ કુંબલે (10 મેચ) અને નરેન્દ્ર હિરવાણી, હરભજન સિંહ અને જસપ્રીત બુમરાહે 11મી મેચમાં આ રેકોર્ડ બનાવ્યો હતો.



જો બોલના હિસાબે જોવામાં આવે તો બુમરાહે સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો કમાલો કર્યો છે. બુમરાહે 2465મા બોલે આ ઉપલબ્ધિ હાસલ કરી હતી, જ્યારે અશ્વિને 2597મા બોલે 50મી વિકેટ લીધી હતી.

મારુતિની માઇક્રો SUV ક્યારે થશે લોન્ચ ? કેટલી હશે કિંમત, જાણો વિગત

ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે શું કરી મોટી આગાહી? જાણો વિગત

IND v WI: બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝ 189/8, ભારતથી 108 રન પાછળ, ઈશાંત શર્માની 5 વિકેટ