પુણેમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ભારતની હારના આ રહ્યાં કારણો, જાણો વિગત
ઓપનિંગ પાર્ટનરશિપનો અભાવઃ ભારતના ઓપર્નસ રોહિત શર્મા અને શિખર ધવન મજબૂત પ્રારંભ અપાવી શક્યા નહોતા. રોહિત શર્મા માત્ર 8 રન બનાવી આઉટ થયો હતો. શ્રેણીમાં શિખર ધવન સેટ થયા બાદ લાંબી ઈનિંગ રમી શક્તો નથી. આ મેચમાં પણ તે 35 રન બનાવી આઉટ થયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપુણેઃ પ્રવાસી વેસ્ટ ઈન્ડિઝ સામે પુણેમાં રમાયેલી શ્રેણીની ત્રીજી મેચમાં ભારતનો 43 રનથી પરાજય થયો હતો. આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલીએ કરિયરની 38મી સદી ફટકારી હતી. પરંતુ તેમ છતાં તે ભારતને જીત અપાવી શક્યો નહોતો. વિરાટ કોહલી સિવાય કોઈ બેટ્સમેન લાંબુ ટકી શક્યા નહોતા. આ સિવાય પણ અન્ય કેટલાક કારણો ભારતની હારનું કારણ બન્યા હતા.
વેસ્ટ ઈન્ડિઝના લોઅર ઓર્ડર બેટ્સમેનને કરી શક્યા આઉટઃ પ્રથમ બેટિંગ કરતાં વેસ્ટ ઈન્ડિઝની ટીમે 44 ઓવરમાં 227 પર 8 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ 9મી વિકેટ માટે એશ્લે નર્સ અને કિમર રોચે 56 રનની પાર્ટનરશિપ કરી હતી. નર્સે 22 બોલમાં 4 ચોગ્ગા અને 2 છગ્ગા વડે 40 રન બનાવ્યા હતા. ભારતની હારનું આ મુખ્યકારણ હતું. પ્રથમ વન ડેમાં પણ વેસ્ટ ઈન્ડિઝના લોઅર ઓર્ડરે લડાયક બેટિંગ કરી હતી.
લોઅર ઓર્ડરમાં ઓલરાઉન્ડરની કમીઃ ભારત આ મેચમાં પાંચ સ્પેશિયલ બોલર સાથે રમ્યું હતું. ભુવનેશ્વર કુમારને બાદ કરતાં બાકીના ચારેય બેટિંગમાં નબળા છે. ભારતની હારમાં લોઅર ઓર્ડર બેટ્સમેનનું યોગદાન નહીંવત હતું. વેસ્ટ ઈન્ડિઝના લોઅર ઓર્ડર બેટ્સમેન ભારતને ભારે પડ્યા હતા. સાતમી વિકેટના રૂપમાં કોહલી આઉટ થતાં જ ભારતની હાર નિશ્ચિત થઈ ગઈ હતી.
મિડલ ઓર્ડનો ફ્લોપ શોઃ વર્લ્ડ કપ પહેલા ભારત માટે મિડલ ઓર્ડરના બેટ્સમેનોનું ફોર્મ ચિંતાનો વિષય છે. મિડલ ઓર્ડરમાં રિષભ પંત, મહેન્દ્ર સિંહ ધોની, અંબાતા રાયડૂ ખાસ દમ બતાવી શક્યા નહોતા. કોહલી પછી બીજા નંબરનો સર્વશ્રેષ્ઠ સ્કોર ઓપનર શિખર ધવનનો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -