એન્ટીગુઆઃ આઈસીસી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ અંતર્ગત વેસ્ટ ઈન્ઝ સામે બે ટેસ્ટ મેચ સિરીઝની પ્રથમ ટેસ્ટ મેચ એન્ટીગુઆના સર વિવિયન રિચર્ડસ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ 41 ઓવરના અંતે 4 વિકેટ ગુમાવી 115 રન કર્યા છે. અજિંક્ય રહાણે 43 રને અને વિહારી 6 રને રમતમાં છે.


લોકેશ રાહુલ 44 રને આઉટ થયો હતો. 25 રનમાં ભારતે 3 વિકેટ ગુમાવી દીધી હતી. મયંક અગ્રવાલ 5 રને આઉટ થયો હતો. જ્યારે ચેતેશ્વર પુજારા પણ અગ્રવાલની જેમ જ રોચની બોલિંગમાં કીપર હોપના હાથે કેચ આઉટ થયો હતો. પુજારાએ 4 બોલમાં 2 રન કર્યા હતા. વિરાટ કોહલીની શેનોન ગેબ્રિયલની ઓવરમાં બ્રુક્સના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 12 બોલમાં 9 રન કર્યા હતા.

આ પહેલા વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન જેસન હોલ્ડરે ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લઈ ભારતને બેટિંગ માટે આમંત્રણ આપ્યું. રોહિત શર્મા અને રવિચંદ્રન અશ્વિનને પ્લેઈંગ ઇલેવનમાં સ્થાન આપ્યું નથી. લોકેશ રાહુલ અને મયંક અગ્રવાલને પ્લેઈંગ ઇલેવનમાં સમાવેશ કર્યો છે.ઋદ્ધિમાન સાહા, કુલદીપ યાદવ અને ઉમેશ યાદવનો આ મેચમાં સમાવેશ કરાયો નથી.
ટીમ ઈન્ડિયા: લોકેશ રાહુલ, મયંક અગ્રવાલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, હનુમા વિહારી, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ

વેસ્ટ ઇન્ડિઝ: ક્રેગ બ્રેથવેટ, જોન કેમ્પબેલ, શાઈ હોપ, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાંયર, રોસ્ટન ચેઝ, શમરહ બ્રુક્સ, જેસન હોલ્ડર, મિગેલ કમિન્સ, કેમર રોચ અને શેનોન ગેબ્રિયલ