કોલકાતાઃ વેસ્ટ ઈન્ડિઝ વિરૂદ્ધ ત્રણ ટી-20 મેચની સીરિઝની અંતિમ મેચમાં ભારતે જીત મેળવી છે. ભારતે આ જીત સાથે વેસ્ટ ઈન્ડિઝનો ટી20 શ્રેણીમાં 3-0થી વ્હાઈટ વોશ કર્યો છે. ભારતે 20 ઓવરમાં 4 વિકેટના નુકશાન પર 182 રન બનાવી જીત મેળવી હતી. ભારત તરફથી શિખર ધવને સૌથી વધારે 92 રન બનાવ્યા હતા. પંતે 58 રને આઉટ થયો હતો. શિખર ધવન અને પંત વચ્ચે 130 રનની ભાગીદારી નોંધાઈ હતી. રોહિત શર્મા માત્ર 4 રન બનાવી આઉટ થયો હતો.
વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય લીધો હતો. વેસ્ટઈન્ડિઝે 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવી ભારતને જીત માટે 182 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વેસ્ટઈન્ડિઝ તરફથી એન પુરને નોટઆઉટ 53 રન બનાવ્યા હતા. જ્યારે ડીએમ બ્રાવોએ નોટ આઉટ 43 રન બનાવ્યા હતા. શાઇ હોપ 24 અને હેટમાયર 26 રને આઉટ થયા હતા. ભારત તરફથી યજુવેન્દ્ર ચહલે 2 વિકેટ ઝડપી હતી.
ભારત પ્રથમ વખત વિન્ડિઝ સામે સતત ત્રણ ટી-20 મેચમાં જીત મેળવી છે. ભારત-વિન્ડિઝ વચ્ચે અત્યાર સુધીમાં 10 ટી-20 મેચ રમાઈ છે. જેમાં ભારતે 4 અને વિન્ડિઝે 5 મુકાબલા જીત્યાં છે. જ્યારે એકનું કોઈ પરિણામ આવ્યું ન હતું.
ભારતીય ટીમ: રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, દિનેશ કાર્તિક, કૃણાલ પંડ્યા, વોશિંગ્ટન સુંદર, ભુવનેશ્વર કુમાર, સિદ્ધાર્થ કૌલ, યુઝવેન્દ્ર ચહલ