નવી દિલ્હીઃ ટ્વિટરના સીઈઓ જૈક ડોર્સી અને ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગના એક મુદ્દે અલગ સામાન્ય રીતે અલગ અભિપ્રાય હોય છે. આ બંને દિગ્ગજ કંપનીઓના સીઈઓ ફરી એક વખત ચર્ચામાં આવ્યા છે. જૈક ડોર્સીએ ઝકરબર્ગને અનફોલો કરી દીધા છે. ટ્વિટરના સીઈઓએ ફેસબુકના સીઈઓને અલગ જ રીતે અનફોલો કરતાં સમગ્ર વિશ્વનું ધ્યાન તેમના પર ગયું હતું.

ઝકરબર્ગને અનફોલો કરતા પહેલા ડોર્સીએ @bigtechalert નામના એક ટ્વિટર એકાઉન્ટને અનફોલો કર્યુ હતું. આ ટ્વિટર એકાઉન્ટ ટેક કંપનીઓના સીઈઓને ફોલો અને અનફોલો કરવાની એક્ટિવિટી પર નજર રાખે છે. ઝકરબર્ગને અનફોલો કર્યા હોવાની જાણ સમગ્ર વિશ્વને થાય તેમ ડોર્સી ઇચ્છતા હતા.

બંને સીઈઓના તેમના પ્લેટફોર્મસ પર મુક્ત અભિવ્યક્તિ, ફેક ન્યૂઝ અને રાજકીય વિજ્ઞાપન જેવા મુદ્દા પર અલગ-અલગ અભિપ્રાય છે. ડોર્સીએ તાજેતરમાં ટ્વિટર પર તમામ પ્રકારની રાજકીય જાહેરખબર પર પ્રતિબંધ લગાવ્યો છે, જ્યારે ઝકરબર્ગ આમ કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે.


IND v WI: રોહિત શર્માએ વન ડેમાં નોંધાવ્યો વધુ એક મોટો રેકોર્ડ, જાણો વિગતે