એન્ટીગાઃ વેસ્ટ ઈન્ડિઝ સામેની પ્રથમ ટેસ્ટના બીજા દિવસના અંતે ભારતે મેચ પર પોતાની મજબૂત પકડ બનાવી લીધી છે. પ્રથમ દાવમાં 297 રનમાં ઓલઆઉટ થયા પછી ભારતે વિન્ડીઝની 8 વિકેટ લઇ લીધી છે. ભારત હજી વિન્ડીઝ કરતા 108 રન આગળ છે અને સારી લીડ મેળવે તેવી પ્રબળ સંભાવના છે.



વિન્ડીઝ નિયમિત અંતરે વિકેટ ગુમાવતું રહ્યું હતું. ઇશાંત શર્માના તરખાટ સામે કોઈ પણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. બીજા દિવસના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 189 રન પર 8 વિકેટ હતો.  રોસ્ટન ચેઝે 48 રન, શિમરોન હૅટમાયરે 35 રન અને શાઈ હોપે 24 રન કર્યા હતા. ડવેન બ્રાવોને 18 રને આઉટ કરીને જસપ્રીત બુમરાહે ટેસ્ટ ક્રિકેટમાં 50 વિકેટ પૂરી કરી હતી.



ભારત પ્રથમ ઈનિંગમાં 297 રન બનાવી ઓલઆઉટ થયું હતું. ટીમ ઈન્ડિયા તરફથી અજિંકય રહાણે 81 રન, રવિન્દ્ર જાડેજાએ 58 રન, લોકેશ રાહુલે 44 રન બનાવ્યા હતા. વેસ્ટ ઈન્ડિઝ તરફથી કિમાર રોચે 4 અને ગેબ્રિયલે 3 વિકેટ ઝડપી હતી.


મહારાષ્ટ્રના ભિવંડીમાં ચાર માળની ઇમારત ધરાશાયી, એકનું મોત