પોર્ટ ઓફ સ્પેનઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે આજે બીજી વન-ડે પોર્ટ ઓફ સ્પેનના ક્વીન્સ પાર્ક ઓવલમાં રમાઈ રહી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પસંદ બેટિંગ પસંદ કરી છે. ભારતીય ટીમમાં કોઈ બદલાવ કરવામાં આવ્યો નથી. કેપ્ટન કોહલીએ વન ડે કરિયરની 42મી સદી ફટકારી હતી. કોહલી 120 રન બનાવી બ્રાથવેઈટની ઓવરમાં આઉટ થયો હતો.




સદી સાથે જ વિરાટ કોહલીએ ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. વિરાટ કોહલીએ આંતરરાષ્ટ્રીય વન-ડેમાં સૌથી વધારે રન બનાવવાના મામલે ભારતના સૌરવ ગાંગુલીનો રેકોર્ડ તોડ્યો છે. વિરાટે વેસ્ટ ઇન્ડીઝ સામે 79 રન બનાવ્યા ત્યારે આ સિદ્ધિ મેળવી હતી. વિરાટના નામે હાલ 238 વન-ડેમાં 11366 રન છે. સૌરવ ગાંગુલીના નામે 311 વન-ડેમાં 11363 રન છે. વન-ડેમાં સૌથી વધારે રન બનાવવાના મામલે તે સચિન તેંડુલકર પછી બીજો ભારતીય ખેલાડી બની ગયો છે. સચિનના નામે 463 વન-ડેમાં 18426 રન છે.



ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝના બોલર કોર્ટલની ઓવરમાં 19મો રન બનાવવાની સાથે જ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે. કોહલીએ 34 ઈનિંગમાં જ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. કોહલીએ આજની મેચ પહેલા વિન્ડિઝ સામે 1912 રન બનાવ્યા હતા અને હાલ તે બીજા નંબર પર હતો.



સદી ફટકારવાની સાથે જ કોહલી કેપ્ટન તરીકે એક ટીમ સામે સૌથી વધુ સેન્ચુરી મારનારો વિશ્વનો પ્રથમ કેપ્ટન બની ગયો છે. કોહલીએ વિન્ડિઝ સામે કેપ્ટન તરીકે 6 સદી ફટકારી છે. ઓસ્ટ્રેલિયાના રિકી પોન્ટિંગે કેપ્ટન તરીકે ન્યૂઝિલેન્ડ સામે 5, ઈંગ્લેન્ડ અને ભારત સામે 4-4 સદી ફટકારી હતી.



સદી સાથે કોહલીએ એક ટીમ સામે સૌથી વધારે સદી ફટકારવાના સચિનના રેકોર્ડની બરાબરી કરી હતી. સચિને શ્રીલંકા સામે 8 સદી ફટકારી છે. જ્યારે કોહલી શ્રીલંકા સામે 8, ઓસ્ટ્રેલિયા સામે 8 અને વિન્ડિઝ સામે પણ 8 સદી ફટકારી ચુક્યો છે. સચિન 9 સદી સાથે એક ટીમ સામે સૌથી વધારે સદી ફટકારવાના મામલે ટોચ પર છે.

કોહલીની આ 42મી સદી હતી. જેમાં 20 પોતાની કેપ્ટનશિપમાં, 19 ધોનીની કેપ્ટનશિપમાં, 2 સેહવાગની કેપ્ટનશિપમાં અને 1 ગૌતમ ગંભીરની કેપ્ટનશિપમાં ફટકારી છે.

જાણીતી મરાઠી TV એક્ટ્રેસે દીકરીની હત્યા કર્યા બાદ ખુદ કર્યું સુસાઈડ, જાણો વિગત

કોહલીએ તોડ્યો મિયાંદાદનો મોટો રેકોર્ડ, વેસ્ટ ઈન્ડિઝ સામે મેળવી આ સિદ્ધી, જાણો વિગતે

મુંબઈની હોટલે 2 ઈંડાનું બિલ પકડાવ્યું 1700 રૂપિયા, લોકોને યાદ આવી રાહુલ બોસની ઘટના