ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝના બોલર કોર્ટલની ઓવરમાં 19મો રન બનાવવાની સાથે જ મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો. કોહલી વેસ્ટ ઈન્ડિઝ સામે સૌથી વધુ રન બનાવનારો ખેલાડી બની ગયો છે. કોહલીએ 34 ઈનિંગમાં જ ઉપલબ્ધિ હાંસલ કરી હતી. કોહલીએ આજની મેચ પહેલા વિન્ડિઝ સામે 1912 રન બનાવ્યા હતા અને હાલ તે બીજા નંબર પર હતો.
મિયાંદાદે બે વખતની વિશ્વ વિજેતા વિરુદ્ધ 64 ઇનિંગ્સમાં 1930 રન બનાવ્યા હતા. મિયાંદાદે 1975થી1993 વચ્ચે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ 64 મેચ રમી હતી. આ દરમિયાન તેણે 64 ઇનિંગમાં સાત વખત અણનમ રહેતા 33.85 સરેરાશથી 1930 રન બનાવ્યા હતા. જેમાં એક સદી અને 12 અડધી સદીનો સમાવેશ થાય છે.
વિન્ડિઝ સામે સૌથી વધુ રન બનાવવા મામલે ઓસ્ટ્રેલિયાનો માર્ક વો ત્રીજા ક્રમે છે. તેણે 1708 રન બનાવ્યા છે. જે પછી ચોથા નંબરે રહેલા સાઉથ આફ્રિકાના જેક કાલીસે 1666 રન બનાવ્યા છે. પાંચમા નંબરે રહેલા પાકિસ્તાનના રમીઝ રાજાએ 1624 રન અને છઠ્ઠા નંબરે રહેલા ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ બેટ્સમેન સચિન તેંડુલકરે 1573 રન બનાવ્યા છે.
IND vs WI બીજી વન ડે LIVE: સ્કોર જાણવા અહીં કરો ક્લિક
મુંબઈની હોટલે 2 ઈંડાનું બિલ પકડાવ્યું 1700 રૂપિયા, લોકોને યાદ આવી રાહુલ બોસની ઘટના
જયપુરમાં નદી કિનારે ફરતી હતી વિદેશી યુવતી, અચાનક કાઢી નાંખ્યા બધા કપડાને......