જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહે આ દરમિયાન તેના કરિયરની પ્રથમ હેટ્રિક પણ લીધી હતી. હેટ્રિક લેનારા એ ત્રીજા ભારતીય બની ગયો છે. બુમરાહે 9.1 ઓવરમાં 3 મેડન નાંખી 16 રન આપી 6 વિકેટ ઝડપી હતી. બુમરાહની ટેસ્ટ કરિયરની પ્રથમ હેટ્રિકમાં વિરાટ કોહલીએ મહત્વનો રોલ ભજવ્યો હતો.
વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની નવમી ઓવરના બીજા બોલ પર બુમરાહની બોલિંગમાં ડેરેન બ્રાવો બીજી સ્લીપમાં લોકેશ રાહુલના હાથે કેચ આઉટ થયો હતો. બુમરાહનો બોલ લેગ સ્ટમ્પ પર પિચ થઈને બહારની તરફ મૂવ થયો હતો. બ્રાવોનું બેટ શરીરની નજીક હોવાથી તે બીજું કઈ કરી શકે તેમ નહતો.ત્રીજા બોલ એસ બ્રુક્સ એલબીડબ્લ્યુ થયો હતો. બોલ પિચ થઈને અંદર આવ્યો હતો અને બ્રુક્સ બેટ લાવે તે પહેલા બોલ પેડને અડ્યો હતો. તેણે રિવ્યુ લીધો હતો પરંતુ અમ્પાયરનો નિર્ણય ફેરવી શક્યો ન હતો.
પાંચમા બોલ પર બ્રુક્સની જેમ જ બુમરાહે ઇનસ્વિંગર નાખીને રોસ્ટન ચેઝને પણ એલબીડબ્લ્યુ કર્યો હતો. અમ્પાયરે ચેઝને નોટઆઉટ આપ્યો હતો. બુમરાહને પણ થયું કે ચેઝ નોટઆઉટ છે અને બોલ બેટને પહેલા અડ્યો છે. જોકે સ્લીપમાં ફિલ્ડિંગ કરતા કપ્તાન કોહલીને સ્પષ્ટપણે ખાતરી હતી કે બોલ પહેલા પેડને અડ્યો છે. તેણે રિવ્યુ લીધો અને અલ્ટ્રાએજમાં સ્પષ્ટ હતું કે બોલ પહેલા પેડને અડ્યો અને લેગ સ્ટમ્પ પર જાય છે. અમ્પાયરે નિર્ણય ફેરવ્યો અને બુમરાહ ભારત માટે ટેસ્ટમાં હેટ્રિક લેનાર ત્રીજો બોલર બન્યો હતો.
હૈદરાબાદઃ PUBGની લતે યુવકને પહોંચાડ્યો ICUમાં, હાલત જોઈ ડોક્ટરો પણ રહી ગયા દંગ, જાણો વિગતે
HSRP નંબર પ્લેટ વગર વાહન દોડાવતાં લોકો થઈ જાવ સાવધાન, જાણો કારણ
અમદાવાદ સહિત રાજ્યમાં કઈ-કઈ જગ્યાએ ગાજવીજ સાથે પડશે વરસાદ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત