જમૈકાઃ વેસ્ટ ઇન્ડિઝ સામેની બીજી ટેસ્ટમાં ભારતીય ટીમ પ્રથમ દાવમાં 416 રનમાં ઓલઆઉટ થઇ હતી. હનુમા વિહારીની શાનદાર સદી (111 રન) ને કારણે ટીમ મજબૂત સ્થિતિમાં પહોંચી ગઈ છે. નીચલા ક્રમમાં, તેને ઇશાંત શર્માનો સારો સાથ મળ્યો હતો. ઇશાંતે 57 રનની ઇનિંગ્સમાં સાત ચોગ્ગા ફટકાર્યા હતા. બંને વચ્ચે સાતમી વિકેટ માટે 112 રનની ભાગીદારી હતી.




આ પહેલા બીજા દિવસની શરૂઆતમાં પ્રથમ બોલ પર ઋષભ પંતને જેસન હોલ્ડરે બોલ્ડ કર્યો હતો. આ સિવાય રવિન્દ્ર જાડેજા કંઈ ખાસ કરી શક્યો નહીં અને કોર્નવોલનો બીજો શિકાર બન્યો. વિન્ડિઝ તરફથી જેસન હોલ્ડર 5 વિકેટ સાથે સૌથી સફળ બોલર હતો.



ભારતના 416 રનના જવાબમાં વિન્ડિઝે બીજા દિવસની રમતના અંતે 7 વિકેટ ગુમાવીને 87 રન બનાવ્યા હતા. જસપ્રીત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી. બુમરાહે આ દરમિયાન તેના કરિયરની પ્રથમ હેટ્રિક પણ લીધી હતી. હેટ્રિક લેનારા એ ત્રીજા ભારતીય બની ગયો છે. બુમરાહે 9.1 ઓવરમાં 3 મેડન નાંખી 16 રન આપી 6 વિકેટ ઝડપી હતી.
અમદાવાદ સહિત રાજ્યમાં કઈ-કઈ જગ્યાએ ગાજવીજ સાથે પડશે વરસાદ? જાણો હવામાન વિભાગે શું કરી આગાહી? જાણો વિગત