કોહલીને કાયમ ફળ્યું છે વેસ્ટ ઈન્ડિઝ, આ રહ્યા આંકડા, જાણો વિગતે
abpasmita.in | 03 Sep 2019 05:24 PM (IST)
ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને હંમેશા વેસ્ટ ઈન્ડિઝ ફળ્યું છે. 2011માં કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 2016માં કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ કરિયરની સૌપ્રથમ બેવડી સદી ફટકારી હતી.
નવી દિલ્હીઃ ભારતે વેસ્ટ ઇન્ડિઝ સામે જમૈકા ખાતેની બીજી ટેસ્ટ 257 રને જીતી હતી. તે સાથે જ ભારતે વિન્ડીઝનો 2-0થી વ્હાઇટવોશ કર્યો હતો. 468 રનનો પીછો કરતા વેસ્ટ ઇન્ડિઝની ટીમ 210 રનમાં ઓલઆઉટ થઇ હતી. રવિન્દ્ર જાડેજા અને મોહમ્મદ શમીએ બીજી ઈનિંગમાં 3-3 વિકેટ લીધી હતી. ભારત સતત 2 ટેસ્ટ જીતીને 120 પોઈન્ટ્સ સાથે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં પ્રથમ સ્થાને છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને હંમેશા વેસ્ટ ઈન્ડિઝ ફળ્યું છે. 2011માં કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 2016માં કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ સામે ટેસ્ટ કરિયરની સૌપ્રથમ બેવડી સદી ફટકારી હતી. 2019માં વેસ્ટ ઈન્ડિઝને હરાવવાની સાથે જ તે ભારતનો સૌથી સફળ કેપ્ટન પણ બન્યો હતો. વેસ્ટ ઇન્ડિઝમાં 2 ટેસ્ટ સીરિઝ જીતનારો કોહલી પ્રથમ ભારતીય કેપ્ટન બન્યો છે. તેની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયા 2016 અને 2019માં સીરિઝ જીતી છે. કોહલીની કપ્તાનીમાં ટીમ ઈન્ડિયા 48 ટેસ્ટમાં 28 મેચ જીતી છે, જ્યારે ધોનીની કેપ્ટનશિપમાં ભારત 60 ટેસ્ટમાંથી 27 જીત્યું હતું. હવે સરકારે IDBI બેંકને પણ આપ્યું 9000 કરોડ રૂપિયાનું પેકેજ, જાણો વિગતશેરબજાર માટે મંગળવાર ‘અમંગળ’ સાબિત થયો, આ કારણે 800 પોઇન્ટનો બોલ્યો કડાકો