ભારત સામે મેચ જીતી હોવા છતાં વેસ્ટ ઈન્ડિઝના તમામ ક્રિકેટરની 80% મેચ ફી સ્લો ઓવર રેટના કારણે કાપી લેવામાં આવી હતી. વેસ્ટ ઈન્ડિઝે નિર્ધારીત સમય મર્યાદામાં 4 ઓવર ઓછી ફેંકી હતી. જેના કારણે આઈસીસીના કોડ ઓફ કન્ડક્ટ ફોર પ્લેયર્સ એન્ડ પ્લેયર સપોર્ટ પર્સનલ 2.22 મુજબ આ સજા કરાઈ હતી.
આ માટે ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી. કારણકે વેસ્ટ ઇન્ડિઝના સુકાની પોલાર્ડે મેચ પૂરી થયા બાદ ગુનો કબૂલી લીધો હતો અને સૂચિત મંજૂરી સ્વીકારી હતી. ઓન-ફીલ્ડ અમ્પાયર નીતિન મેનન અને શોનન જ્યોર્જ, થર્ડ અમ્પાયર રોડની ટકર અને ચોથા અમ્પાયર અનિલ ચૌધરીએ આ કાર્યવાહી કરી હતી.
સ્વાભાવિક રમત જેવું કંઈ હોતું નથી, દર્શકોનું સમર્થન સારી રમત માટે પ્રેરિત કરે છેઃ પંત
24 ડિસેમ્બર સુધી જેલમાં મોકલવામાં આવી બોલિવૂડની આ એક્ટ્રેસ, નેહરુ પર કરી હતી વિવાદિત ટિપ્પણી
ક્રિકેટનો ક્રિસ્ટિયાનો રોનાલ્ડો છે વિરાટ કોહલીઃ બ્રાયન લારા