INDvWI: ટીમ ઈન્ડિયા-વેસ્ટઇન્ડિઝ વચ્ચે આજે પ્રથમ T20, કેટલા વાગે ને કઈ ચેનલ પર થશે લાઈવ ટેલિકાસ્ટ? જાણો વિગત
વેસ્ટ ઇન્ડિઝ: કાર્લોસ બ્રેશવેટ(કેપ્ટન), ફેબિયન એલન, ડેરેન બ્રાવો, શિમરોન હેટમાયર,ઇવેન લુઈસ, ઓબેદ, મેકોય, કીમ પોલ, ખારી પિયરે, કીરોન પોલાર્ડ, રોવમેન પાવેલ, દિનેશ રામદીન, શાઈ હોપ, શેપફાને રદરફોર્ડ, ઓશાને થોમસ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ટીમ: રોહિત શર્મા, શિખર ધવન, લોકેશ રાહુલ, દિનેશ કાર્તિક, મનીષ પાંડે, રિષભ પંત, કૃણાલ પંડ્યા, યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, ખલીલ અહમદ
મેચ પહેલા ટીમ મેનેજમેન્ટે 12 ખેલાડીઓના નામ જાહેર કરી દીધા છે. પ્રથમ T20માં શ્રેયસ અય્યર, વોશિંગ્ટન સુંદર, ઉમેશ યાદવ અને શાહબાઝ નદીમને બહાર રાખવામાં આવ્યા છે. આ મેચમાં સ્પિન ઓલરાઉન્ડ ગણાતા કૃણાલ પંડ્યા અને ફાસ્ટ બોલર ખલીલ અહમદ તેમનું ડેબ્યૂ કરી શકે છે. ખલીલે વન ડે સીરિઝમાં ઉત્કૃષ્ટ બોલિંગ કરી હતી.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની ત્રણેય ટી-20 મેચનું સાંજે 7 કલાકે લાઈવ પ્રસારણ થશે. આ ત્રણએ ટી-20 મેચ તમે Star Sports 1, Star Sports 1 HD, Star Sports 1 Hindi, Star Sports 1 Hindi HD અને Star Sports Tamil પર જોઈ શકશો. ઉપરાંત ટી-20 મેચ હોટસ્ટાર પર પણ લોકો લાઈવ જોઈ શકશે.
ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે ટી-20 સીરીઝમાં ત્રણ ટી20 મેચ રમાશે. જેમાં પ્રથમ મેચ 4 નવેમ્બરે કોલકાતામાં રમાશે. બીજી ટી20 મેચ લખનઉમાં રમાશે અને અંતિમ અને ત્રીજી ટી20 મેચ ચેન્નઈમાં રમાશે.
કોલકાતાઃ ભારત અને વેસ્ટઇન્ડિઝ ફરી એકવાર આજે આમને સામને થવા તૈયાર છે. બન્ને ટીમો વચ્ચે ત્રણ મેચોની ટી-20 સીરીઝનો આજે પ્રથમ મુકાબલો કોલકતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સમાં રમાવા જઈ રહ્યો છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઇન્ડિઝને ટેસ્ટ અને વનડે સીરીઝમાં આકરી હાર આપી હતી. આ ટી-20 સીરીઝમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો છે. ટીમની કેપ્ટનશિપ હિટમેન રોહિત શર્મા કરશે.
જ્યારે વેસ્ટ ઇન્ડિઝને મેચ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર આંદ્રે રસેલ ઈજાગ્રસ્ત હોવાથી સીરીઝથી બહાર થઈ ગયો છે. આ સીરીઝમાં વેસ્ટઇન્ડીઝની કેપ્ટનશિપ હોલ્ડર નહીં પરંતુ કાર્લોસ બ્રેથવેટ કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -