રણજી મેચમાં આ બોલરે રચ્યો ઇતિહાસ, 4 બોલમાં 4 LBW
જણાવી દઈએ કે ત્રીજા દિવસે શનિવારે જમ્મુ-કાશ્મીરને જીત માટે 395 રનનો વિશાળ લક્ષ્યાંક આપ્યો છે. પ્રથમ ઇનિંગમાં 379 રન બનાવ્યા બાદ રાજસ્થાને જમ્મુ-કાશ્મીરની ઇનિંગને 204 રનમાં ઓલઆઉટ કરી બીજી ઇનિંગમાં ચાર વિકેટ પર 219 રન બનાવી દાવ ડિક્લેર કરી દીધો. અને 394 રનની લીડ આપી છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભારતીય ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં મુદાસિર ત્રીજો ખેલાડી છે, જેણે ચાર બોલમાં ચાર વિકેટ લીધી હોય. આ સાથે જ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં હેટ્રિક લેનારો જમ્મુ-કાશ્મિરનો પ્રથમ બોલર બન્યો છે.
મોહમ્મદ મુદસ્સિરે ચારેય બોલ પર વિકેટ ઝડપી હતી અને તે પણ એલબીડબલ્યૂ આઉટ. જો કે 1988માં દિલ્હીના હંકર સેનીએ પણ હિમાચલ વિરુદ્ધ ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી હતી. પરંતુ આ તમામ એલબીડબ્યૂ વિકેટ નોહતી.
રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીર વચ્ચેના રણજી ટ્રોફીના એલટી ગ્રુપ-સી મુકાબલામાં મોહમ્મદ મુદાસિરે ઇતિહાસ રચી દીધો છે. જમ્મુ-કાશ્મીરના આ બોલરે રાજસ્થાનની પ્રથમ ઇનિંગની 99મી ઓવરમાં ચાર બોલમાં ચાર વિકેટ ઝડપી પોતાના નામે રેકોર્ડ બનાવી દીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -