ધ્રુલ જુરેલના હાથમાં ટીમ ઇન્ડિયાની કમાન હશે. ભારત અત્યાર સુધીમાં છ વખત આ ટૂર્નામેન્ટ પોતાના નામે કરી ચૂક્યું છે. ભારત પોતાના અભિયાનની શરૂઆત ગુરૂવારે 5 સપ્ટેમ્બરે કુવૈત વિરૂદ્ધ મેચ રમીને કરશે. ટીમની બીજી મેચ 7 સપ્ટેમ્બરે પાકિસ્તાન સામે યોજાશે. આ મેચ સવારે 9.30 કલાકે રમાશે. ત્રીજી મેચમાં ભારતીય ટીમ અફઘાનિસ્તાન વિરૂદ્ધ 9 સપ્ટેમ્બરે રમશે.
ટૂર્નામેન્ટમાં ભાગ લઇ રહેલ 8 ટીમોને બે ભાગમાં વહેંચવામા આવી છે. ભારત અને પાકિસ્તાનની ટીમને ગ્રુપ-એમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં અન્ય ટીમો અફઘાનિસ્તાન અને કુવૈત છે. ગ્રુપ બીમાં યજમાન શ્રીલંકા સિવાય બાંગ્લાદેશ, નેપાલ અને યૂએઇને રાખવામાં આવ્યું છે. ટૂર્નામેન્ટની સેમીફાઇનલ મેચ 12 સપ્ટેમ્બરે રમાશે, જ્યારે ફાઇનલ મેચ 14 સપ્ટેમ્બરે શનિવારે રમાશે.