ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ભારતે રચ્યો ઈતિહાસ, મેન ઓફ ધ સીરિઝ એમએસ ધોનીએ બનાવ્યા આ Record
એમએસ ધોનીના વન ડેમાં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 1500 રન પૂરા થઈ ગયા છે. આ ત્રીજી ટીમ છે, જેની વિરુદ્ધ તેણે આટલા રન બનાવ્યા છે. ધોનીએ શ્રીલંકા વિરુદ્ધ 2383, ઈંગ્લેન્ડ વિરુદ્ધ 1504 અને ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 1509* રન બનાવી દીધા છે.
આ વર્ષે ધોનીની બેટિંગ એવરેજ 193ની છે અને સાથે તેની સફળ રન ચેઝ એવરેજ 103.07ની રહી છે. ધોનીના કરિયરમાં આ ત્રીજી તક છે જ્યારે વન ડે સીરિઝમાં તેણે સળંગ ત્રણ અડધી સદી ફટકારી છે. આ પહેલા તેણે વર્ષ 2011માં ઈંગ્લેન્ડમાં ઈંગ્લેન્ડ વિરુદ્ધ, 2014માં ન્યૂઝિલેન્ડમાં ન્યૂઝિલેન્ડ વિરુદ્ધ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
ધોનીએ પોતાના કરિયરમાં વન ડેમાં છટ્ઠી વખત મેન ઓફ ધ ધ સીરિઝનો ઓવોર્ડ જીત્યો છે. આ રીતે તેણે વિરાટ કોહલી અને સૌરવ ગાંગુલીની બરાબરી કરી લીધી છે.
ધોની 112 વખત વન ડેમાં સફળ રીતે રન ચેઝનો ભાગ રહ્યો છે. આ દરમ્યાન તેણે રિકી પોન્ટીંગનો રેકોર્ડ તોડી દીધો છે, જે 111 સફળ રન ચેઝનો ભાગ રહ્યો છે. તેની આગળ આ મામલામાં સચિન તેન્ડુલકર છે જે 127 વખત સફળ રન ચેઝનો ભાગ રહેલો છે.
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ મેલબોર્નમાં અંતિમ અને ફાઈનલ વનડે ઇન્ડિયાઈ જીતી લીધી છે. તેની સાથે જ ભારતે ઓસ્ટ્રેલિયામાં પ્રથમ વખત દ્વિપક્ષીય વનડે સીરીઝ જીતી છે. ટીમ ઇન્ડિયાએ મેલબોર્ન પર 11 વર્ષ બાદ વનડેમાં જીત મેળવવામાં સફળતા મળી છે. ટીમ ઈન્ડીયાની જીતનો હીરો એમએસ ધોની રહ્યો છે, તેણે આ સીરિઝની ત્રણે વન ડેમાં અડધી સદી ફટકારી 193 રન બનાવ્યા અને મેન ઓફ ધ સીરિઝ બન્યો છે.