ત્રીજી વનડેમાં વેસ્ટ ઈન્ડિઝે ભારતને જીત માટે 316 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. વિન્ડીઝ તરફથી પોલાર્ડે આક્રમક ઈનિંગ રમતા 51 બોલમાં નોટ આઉટ 74 રન બનાવ્યા હતા. પોલાર્ડે 7 સિક્સ ફટકારી હતી. પૂરને પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા સતત બીજી મેચમાં ફિફટી મારી હતી. પૂરને 64 બોલમાં 10 ફોર અને 3 સિક્સની મદદથી 89 રન બનાવ્યા હતા.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ મેચની વન ડે શ્રેણીનો અંતિમ અને નિર્ણાયક મુકાબલો કટકના બારામતી સ્ટેડિયમમાં રમાયો હતો. મેચમાં ભારતે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. ભારતીય ટીમમાં નવદીપ સૈનીએ વન ડે ડેબ્યૂ કર્યું હતું.
સૈનીએ ડેબ્યૂ મેચમાં તરખાટ મચાવતા પ્રથમ વિકેટ તરીકે આક્રમક બેટ્સમેન શિમરૉન હેટમેયરને 37 (33) રનના અંગત સ્કૉર પર કુલદીપના હાથમાં ઝીલાવી દીધો હતો. સૈનીએ પહેલા હેટમેયર 37 રન અને બાદમાં રૉસ્ટન ચેસને 38 રને બૉલ્ડ કર્યા હતો.
- 9મી ઓવરના અંતિમ બોલ પર જાડેજાએ લુઇસનો 14 રને કેચ છોડ્યો હતો.
- 15 ઓવરના અંતે વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 1 વિકેટે 57 રન છે. હોપ 35 રને રમતમાં છે. લુઈસ 21 રન બનાવી જાડેજાની ઓવરમાં સૈનીના હાથે કેચ આઉટ થયો હતો.
- 18 ઓવરના અંતે વિન્ડિઝ 68/1, હોપ 41 અને ચેઝ 5 રને રમતમાં
- 19.2 ઓવર વિન્ડિઝ 70/2, લુઇસ 42 રન બનાવી શમીની ઓવરમાં થયો બોલ્ડ, ચેઝ-હેયમાયર રમતમાં
મેચ શરૂ થાય તે પહેલા સ્ટેડિયમમાં પ્રવેશ માટે ભારતીય પ્રશંસકોએ સવારથી જ લાઇન લગાવી દીધી હતી.
ભારતીય ટીમ આ પ્રમાણે છેઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રિષભ પંત, કેદાર જાધવ, રવિન્દ્ર જાડેજા, કુલદીપ યાદવ, નવદીપ સૈની, મોહમ્મદ શમી, શાર્દુલ ઠાકુર
વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ પ્રમાણે છે