ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતવા પર ટીમ ઈન્ડિયાના દરેક ખેલાડીને કેટલા લાખ મળશે? જાણો વિગત
આ સિવાય દરેક કોચને 25-25 લાખ રૂપિયા અને ટીમના સ્પોર્ટિંગ સ્ટાફ (નોન-કોચિંગ)ને તેના વેતન અને ફીના બરાબર બોનસ આપવામાં આવશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબોર્ડે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, દરેક મેચની અંતિમ ઈલેવનમાં રમનાર ખેલાડીઓને 15-15 લાખ રૂપિયા અને દરેક મેચ માટે રિઝર્વ ખેલાડીઓને 7.5 લાખ રૂપિયાની રોકડ પુરસ્કાર આપવામાં આવશે.
ભારતીય ટીમે હાલમાં રમાયેલી 4 મેચોની ટેસ્ટ સિરીઝમાં ઓસ્ટ્રેલિયાને 2-1થી હરાવીને સિરીઝ પોતાના નામે કરી હતી. બીસીસીઆઈએ ટીમને શુભેચ્છા આપતા રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરી છે.
મુંબઈઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમવાર ટેસ્ટ સિરીઝ જીતવા પર ભારતીય ખેલાડીઓને શુભેચ્છા આપતાં તેના માટે રોકડ પુરસ્કારની પણ જાહેરાત કરવામાં આવી છે. બોર્ડે મંગળવારે એક નિવેદન જાહેર કરી ઓસ્ટ્રેલિયામાં ઐતિહાસિક ટેસ્ટ સિરીઝ જીતવા પર વિરાટ કોહલીની નેતૃત્વ કરનાર ભારતીય ટીમને શુભેચ્છા પાઠવી હતી. ભારતે ઓસ્ટ્રેલિયામાં 71 વર્ષ બાદ પ્રથમ ટેસ્ટ સિરીઝ જીતી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -