વિનેશે કહ્યું કે, “ખેલ પુરસ્કારોની તૈયારી અંતર્ગત કોરોના વાયરસના ટેસ્ટિંગ માટે સોનીપતમાં મારું સેમ્પલ લેવામાં આવ્યું હતું. જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ” તેમણે વધુમાં કહ્યું કે, ભગવાન ઈચ્છે તો હું જલ્દી જ સ્વસ્થ થઈ જઈશ.
વિનેશને શનિવારે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવવાના હતા અને તેના પહેલા પ્રોટોકોલ હેઠળ ભારત સરકાર દ્વારા તેમનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો.