મહિલા T20: ભારતે ઈંગ્લેન્ડને 5 વિકેટથી હરાવ્યું, હરમનપ્રીતે સિક્સ ફટકારીને અપાવી જીત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 31 Jan 2020 04:47 PM (IST)
ભારતીય સ્પિનર રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે રાધા યાદવને એક વિકેટ મળી હતી.
નવી દિલ્હી: ભારતીય મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન હરમનપ્રીત કૌરના નૉટઆઉટ 42 રન અને બલરોના શાનદાર પ્રદર્શનના દમ પર ભારતે મહિલા ટી20 ટ્રાઈ સીરિઝની પ્રથમ મેચમાં ઈંગ્લેન્ડને પાંચ વિકેટથી હરાવ્યું હતું. ભારતીય સ્પિનર રાજેશ્વરી ગાયકવાડ, શિખા પાંડે અને દીપ્તિ શર્માએ 2-2 વિકેટ ઝડપી હતી. જ્યારે રાધા યાદવને એક વિકેટ મળી હતી. ઈંગ્લેન્ડે 20 ઓવરમાં સાત વિકેટ પર 147 રન બનાવ્યા હતા. અંતિમ ઓવરમાં હરમનપ્રીતે શાનદાર સિક્સ ફટકારીને ટીમને જીત અપાવી હતી. ભારત તરફથી શેફાલી વર્માએ 30 અને જેમિમાએ 26 રન બનાવ્યા હતા. ઈંગ્લેન્ડની ટીમના કેપ્ટન હીથર નાઈટે 44 બોલમાં 67 રન બનાવ્યા હતા. જેમાં તેણે આઠ ચોગ્ગા અને બે સિક્સ સામેલ છે. વિકેટકીપર ટેમી બ્યૂમોન્ટે 27 બોલમાં 37 રન બનાવ્યા હતા.