ક્રિસ ગેઈલે ટ્વીટર પર વિડીયો પોસ્ટ કરતા આ વાતની જાણકારી આપી હતી. ગેઈલે લખ્યું, હું સૌથી મોટી રમત પ્રતિયોગીતા એવરેસ્ટ પ્રીમીયર લીગમાં ભાગ લેવા માટે નેપાળ જઈશ. આવો અને મારી ટીમ પોખરા રાઈનોજને સપોર્ટ કરો.
40 વર્ષનો ક્રિસ ગેઈલ હેમસ્ટ્રિંગથી બહાર આવ્યા બાદ બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાં છત્રોગ્રામ ચેલેન્જર્સ તરફથી 4 મેચમાં ભાગ લીધો હતો. જેમા તેણે 144 રન બનાવ્યા હતા. આ અગાઉ 2019માં સાઉથ આફ્રિકાની ટી-20 લીગમાં રમ્યા હતા. ત્યાર બાદ તેણે ક્રિકેટથી બ્રેક લીધો હતો.
ક્રિસ ગેઈલ વેસ્ટ ઇન્ડીઝ તરફથી પોતાની અંતિમ મેચ છેલ્લા વર્ષે ઓગસ્ટમાં ભારત સામે રમી હતી. તે પોર્ટ ઓફ સ્પેનમાં ભારત સામે ત્રીજી વનડે રમ્યા હતા. તેમને વેસ્ટ ઇન્ડીઝ તરફથી પોતાની છેલ્લી ટી-20 મેચ માર્ચ 2019માં બાસટેરેમાં ઇંગ્લેન્ડ સામે રમી હતી.
ક્રિસ ગેઈલ દુનિયાભરની ટી-20 લીગમાં રમી રહ્યો છે. ગેઈલના નામે 404 ટી-20 મેચમાં 38.20 ની એવરજથી13295 રન નોંધાયેલ છે. આ દરમિયાન તેણે 22 સદી અને 82 અડધી સદી ફટકારી છે. ગેઈલે 58 આંતરરાષ્ટ્રીયટી-20 મેચમાં 32.54 ની એવરજથી 1627 રન બનાવી ચુક્યો છે. આ દરમિયાન તેણે 2 સદી અને 13 અડધી સદી ફટકારી છે.