ટીમ ઈન્ડિયાના 2007 અને 2011 વર્લ્ડકપ વિજેતા ટીમના આ ખેલાડીએ જાહેર કરી નિવૃત્તિ, જાણો વિગત
આઇસીસી પ્લેયર ઓફ ધ યરનો ખિતાબ જીતનારા ગંભીરે ભારત તરફથી 58 ટેસ્ટ, 147 વન ડે અને 37 T20 મેચ રમી છે. તેણે 58 ટેસ્ટમાં 9 સદીની મદદથી 4151 રન બનાવ્યા છે. જેમાં સર્વોચ્ચ સ્કોર 206 રન છે. 147 વન ડેમાં 39.7ની સરેરાશથી 5238 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 150 રન અણનમ છે. વન ડેમાં તેણે 11 સગી અને 34 અડધી સદી મારી છે. 37 T20માં તેણે 119ના સ્ટ્રાઇક રેટ સાથે 932 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 75 રન છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઈન્ડિયન પ્રીમિયર લીગમાં ગંભીરે તેની કેપ્ટનશિપમાં કોલકાતા નાઇટ રાઇડર્સને બે વખત વિજેતા બનાવી હતી.
2011ના વર્લ્ડકપની ફાઇનલમાં તેણે શ્રીલંકા સામે 97 રનની યાદગાર ઇનિંગ રમી હતી. ગૌતમ ગંભીર અંતિમ T20 ડિસેમ્બર 2012માં પાકિસ્તાન સામે રમ્યો હતો. જ્યારે અંતિમ વન ડે મેચ 2013માં ઇંગ્લેન્ડ સામે અને છેલ્લી ટેસ્ટ નવેમ્બર 2016માં ઇંગ્લેન્ડ સામે રમ્યો હતો.
ભારતને 2007ના T20 વિશ્વ કપ અને 2011ના વર્લ્ડ કપ જીતાડવામાં ગૌતમ ગંભીરનો મહત્વનો ફાળો હતો. આ બંને વિશ્વકપની ફાઇનલમાં તેણે યાદગાર બેટિંગ કરી હતી. 2007ના વિશ્વકપમાં ગંભીરે ટુર્નામેન્ટમાં સૌથી વધારે રન બનાવ્યા હતા. ફાઇનલમાં પાકિસ્તાન સામે તેણે 54 બોલમાં 75 રનની ઇનિંગ રમી હતી.
નવી દિલ્હીઃ ઘણા લાંબા સમયથી ભારતીય ક્રિકેટ ટીમથી બહાર થઈ ગયેલા ડાબોડી બેટ્સમેન ગૌતમ ગંભીરે મંગળવારે નિવૃત્તિની જાહેરાત કરી હતી. ગંભીરે તેની નિવૃત્તિની જાણકારી ફેસબુક પેજ પર આપી હતી. થોડા દિવસો પહેલા જ તે 37 વર્ષનો થયો હતો. ગંભીરે કહ્યું કે, તેના જીવનનો આ સૌથી મુશ્કેલ ફેંસલો હતો. ઘણા દિવસોથી લાગતું હતું, પરંતુ હવે તેનો સમય આવી ગયો છે. મારા કરિયરમાં મદદ કરનારા તમામ લોકોનો આભાર.
- - - - - - - - - Advertisement - - - - - - - - -