આ ભારતીય બોલરની બોલિંગથી બેટ્સમેન જ નહીં પણ વિકેટકિપર પણ ચોંકી ગયો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહાલ ભારતીય A ટીમ વેસ્ટઈન્ડીઝના પ્રવાસ પર છે ત્યારે અનૌપચારિક ટેસ્ટ મેચ દરમિયાન રજનીશની બોલિંગનો કમાલ જોવા મળ્યો હતો. મેચ દમિયાન 34મી ઓવરના 5મા બોલ પર રજનીશે ફેંકેલો બોલ જોઈ વિરુદ્ધ ટીમનો કેપ્ટન શામરાહ બ્રુક્સ ચોંકી ગયો હતો.
બ્રુક્સને આશા હતી બોલ પીચ પડીને અંદરની તરફ આવશે પણ બોલ બહાર ગયો. સ્વિંગ થઈને બોલ વિકેટકિપરની પાસે રહેલી સ્લિપ પાસે ઉભેલા વરુણ નાયર પાસે પહોંચી ગયો હતો. બેટને અડક્યા વગર બોલ આટલો બહાર ગયો તે જોઈને દર્શકો પણ આશ્ચર્યમાં મૂકાઈ ગયા હતા.
ભારતીય A ટીમના યુવાન બોલર રજનીશ ગુરબાનીની કમાલની બોલિંગના કારણે તે ખાસ્સો ચર્ચામાં આવી ગયો છે, આ ખેલાડીએ નાખેલા બોલનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે.
નવી દિલ્હીઃ ભારતીય રમત જગતમાં ક્રિકેટની પોતાની એક અલગ જ ઓળખ છે. દેશમાં સ્પોર્ટ્સમાં કારકિર્દી બનાવવાની ચાહ રાખનારા યુવાઓ મોટેભાગે ક્રિકેટને જ પસંદ કરતા હોય છે. આજે ભારતીય ક્રિકેટમાં પ્રતિભાશાળી યુવા ખેલાડીઓની કમી નથી. એક સમય હતો જ્યારે ભારતની મેચ જીતવાની સંભાવના બેટ્સમેનો પર આધાર રાખતી હતી પરંતુ હવે નવા પ્રતિભાશાળી બોલરોને જોરે હવે બોલિંગ પણ ભારતીય ક્રિકેટની તાકાત બનીને ઉભરી રહી છે. હાલ ભારતની A ક્રિકેટ ટીમ વેસ્ટઈન્ડીઝના પ્રવાસ પર છે. અહીં રમવામાં આવેલી એક મેચ દરમિયાન ખેલાડીએ જે પ્રદર્શન કર્યું તે જોઈને સૌ કોઈ આશ્ચર્ય ચકિત થઈ ગયા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -