વિરાટ કોહલીના આ વોલેટની કિંમત જાણીને ચોંકી જશો તમે....
ક્રિકેટર્સ પોતાની રમત ઉપરાંત કોઈને કોઈ બ્રાન્ડને પ્રેમોટ કરીને ઘણા પૈસા કમાય છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી હાલમાં પોતાની શાનદાર રમતના કારણે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટની દુનિયામાં છવાયેલો છે. પોતાના બેટ પર એમઆરએફનો લોગો લગાવવા માટેના 8 કરોડ રૂપિયા લે છે. આ ઉપરાંત જૂતા અને ડ્રેસ દ્વારા પણ તેને 2 કરોડ રૂપિયા મળે છે.
ઉલ્લેખનીય છે કે વિરાટે હાલ પોતાના દિલ્હી સ્થિત પારિવારિક ઘરમાં રહે છે. જ્યાં તે ભારતીય ટીમના સિલેક્ટ થયા બાદ ઘણા વર્ષો સુધી પરિવાર સાથે રહ્યો હતો. જોકે હાલમાં જ તેણે ગુરુગ્રામમાં 10 હજાર સ્કવેર ફૂટમાં બનેલો 80 કરોડ રૂપિયાનો આલિશાન બંગલો લીધો છે.
હાલમાં જ વિરાટ કોહલીને મુંબઈ એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. વ્હાઈટ ટી-શર્ટ અને બ્લેક કલરના ટ્રાઉઝરમાં વિરાટ સાથે એક મોંઘું વોલેટ પણ જોવા મળ્યું હતું. આ LOUIS VUITTON ZIPPY XL વોલેટની કિંમત અંદાજિત 82 હજાર રૂપિયા છે.
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી પોતાની સ્ટાઈલને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. ટેટૂ, હેરસ્ટાઈલ ઉપરાંત કોહલીને મોંઘી વસ્તુ ખરીદવાનો શોખ છે. હાલમાં જ તેના હાથમાં એક મોંઘું વોલેટ જોવા મળ્યું. આ કાળા રંગના વોલેટની કિંમત જાણીને તમે ચોંકી જશો. વિરાટ કોહલીની પાસે પણ અનેક કાર છે જેમાં બીએમડબલ્યૂ એક્સ 6 અને ઓડી આર-8 સામેલ છે.