વર્લ્ડકપમાં વિરાટ કોહલી સહિત આખી ટીમ ઇન્ડિયાની નવી હેરસ્ટાઈલ, જુઓ Pics
abpasmita.in | 21 Jun 2019 07:56 AM (IST)
16 જૂને પાકિસ્તાને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા 5 દિવસના બ્રેક પર છે. ત્યારે ધોની, પંડ્યા અને ચહલે આગામી મેચ પહેલા નવી હેરસ્ટાઈલ કરાવી છે.
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડમાં જારી વર્લ્ડકપમં ભારતીય ટીમ શાનદાર પ્રદર્શન કરી રહી છે. પરંતુ ક્રિકેટની સાથે સાથે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓની હેર સ્ટાઈલ પણ ચર્ચામાં છે. એમએસ ધોનીથી લઈને કેપ્ટન વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને યુજવેન્દ્ર ચહલ પણ ફેશનના મામલે એક બીજાના ટક્કર આપી રહ્યા છે. વર્લ્ડકપમાં કોહલી, દોની, પંડ્યા અને ચહલે પોતાની હેર સ્ટાઈલ બદલી છે. 16 જૂને પાકિસ્તાને હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા 5 દિવસના બ્રેક પર છે. ત્યારે ધોની, પંડ્યા અને ચહલે આગામી મેચ પહેલા નવી હેરસ્ટાઈલ કરાવી છે. આવો જાણીએ ભારતીય ક્રિકેટર્સને કોણે નવો લૂક આપ્યો છે. આલિમ હકીમ નામના જાણીતા હેરસ્ટાઈલિસ્ટે ટ્વિટર પર ભારતીય ક્રિકેટ ટીમના કેટલાંક ખેલાડીઓ સાથે સેલ્ફી શેર કરી છે. જેમાં ધોની, પંડ્યા અને ચહલની નવી હેરસ્ટાઈલ જોવા મળી રહી છે. આ તસવીરની કેપ્શનમાં આલિમ જણાવે છે કે લંડનમાં હેરકટનું સેશન હજુ ચાલું છે. આ સિવાય ટીમ ઈન્ડિયાએ પણ તેમના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ભારતીય ટીમના 4 પ્લેયરનો ફોટો શેર કર્યો છે.