મેદાન પર વીજળી પડવાથી 21 વર્ષીય ઓલરાઉન્ડર ક્રિકેટરનું મોત, પ્રેક્ટિસ દરમિયાન બની ઘટના
કહેવાઇ રહ્યું છે કે, દેવવ્રત પૉલ માત્ર એક સારો બેટ્સમેન જ ન હતો શાનધાર બૉલર પણ હતો. બધાને આશા હતી કે દેવવ્રત પૉલ એકદિવસ ભારતની સીનિયર ક્રિકેટ ટીમમાં જરૂર રમશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમમતા બેનર્જીએ કહ્યું કે, 'યુવા ક્રિકેટરના મોતથી મને આઘાત લાગ્યો છે, પ્રકૃતિ બહુત ખતરનાક છે. કુદરતી આફતને પોતાના વશમાં કરવી કોઇની તાકાત નથી.' ઉલ્લેખનીય છે કે, હુગલી જિલ્લાના શ્રીરામપુરના હરફનમૌલા ખેલાડી દેવવ્રત પૉલ ગયા મહિને જ સાઉથ કોલકત્તા સ્થિત વિવેકાનંદ પાર્કના કોલકત્તા ક્રિકેટ એકેડેમી સાથે જોડાયો હતો.
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખુદ આનો ઉલ્લેખ કરતાં શોક વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રી નેતાજી ઇન્ડોર સ્ટેડિયમમાં મેઘાવી વિદ્યાર્થીઓ સન્માનિત કરનારા એક કાર્યક્રમમાં પહોંચી હતી. આ દરમિયાન તેમને વીજળી પડવાથી યુવા ક્રિકેટરના મોત પર શોક વ્યક્ત કર્યો હતો.
ક્લબે સૂચિત કર્યું કે, 'દેવવ્રત પૉલ વૉર્મઅપ માટે મેદાનમાં ઉતર્યો જ હતો ત્યાર આકાશમાંથી વીજળી પડી અને અચાનક બેહોશ થઇ ગયો. ત્યારબાદ ખેલાડીને હૉસ્પીટલ લઇ જવાયો ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો.'
કોલકત્તાઃ પશ્ચિમ બંગાળમાં એક 21 વર્ષીય ખેલાડીનું મેદાન પર પ્રેક્ટિસ દરમિયાન મોત થઇ ગયું છે. કહેવાઇ રહ્યુ છે કે, યુવા ખેલાડી દેવવ્રત પૉલ પોતાના સાથી ખેલાડીઓ સાથે પ્રેક્ટિસ કરી રહ્યો હતો. ત્યારે આકાશમાંથી પડેલી વીજળીથી આ ક્રિકેટરનું મોત થયું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -